જાણો તાજેતરમાં પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 નો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે,  પોપ ફ્રાંસિસની કોઈ નેતાઓ સાથેની આ મુવમેન્ટ તમે ક્યારેય નહીં જોઈ હોય… આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના સ્ક્રીનશોટ સાથેના સમાચાર વેટિકન ન્યૂઝ દ્વારા ઓક્ટોમ્બર, 2021 માં પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો ઓક્ટામ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેનાથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી.

unnamed.png

Archive

ઉપરોક્ત અહેવાલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર, 2021 ના રોજ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “30 ઓક્ટોબરની સવારે પોપ ફ્રાન્સિસે પ્રજાસત્તાક ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખાનગીમાં સ્વાગત કર્યું હતું. વેટિકનના એપોસ્ટોલિક પેલેસમાં પ્રેક્ષકો; તેમની વાતચીત લગભગ એક કલાક ચાલી”

unnamed (1).png

Archive

વધુ તપાસમાં અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કરતાં અમને પીએમ નરેન્દ્ર મોદીની સત્તાવાર ચેનલ પર અપલોડ થયેલો વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 30 ઓક્ટોબર, 2021ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “PM મોદી વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળ્યા”.

ઉપરોક્ત આજ વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. WION | The Economic Times

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 નો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તાજેતરમાં પોપ ફ્રાંસિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply