યોગી આદિત્યનાથ, શ્રી શ્રી રવિશંકર અને શેફાલી વૈદ્યના ફોટોનું જાણો સત્ય…

False રાજકીય I Political

Jo Baka નામના એક ફેસબુક યુઝર દ્વારા 26 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ओह माय गॉड. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, कभी कभी फिल्म वाले अनजाने में ही सही सच्चाई से रूबरू करवा ही देते है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 68 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Facebook | Archive | Photo Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે યાન્ડેક્ષ બ્રાઉઝરનો સહારો લીધો તો અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

Yandex| Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોને લગતા ઘણા બધા પરિણામો મળ્યા જેમાં ઘણા બધા લોકો દ્વારા આ ફોટોને ટ્વિટર પર મૂકવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.

Archive

Archive

ફેસબુક પર મૂકવામાં આ ફોટોને ધ્યાનથી જોતાં અમને જાણવા મળ્યું કે ઉપરોક્ત ફોટોને ફોટોશોપની માધ્યમથી એડિટ કરવામાં આવ્યો છે. કારણ કે, ફોટોમાં પાછળ રહેલા બે વ્યક્તિઓ બે વાર નજરે પડે છે. જે સ્પષ્ટપણે જોઈ શકાય છે.

ત્યાર બાદ અમે ગુગલનો સહારો લીધો અને Yogi with Sri Sri Ravishankar સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

Google | Archive

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યું કે, 7 માર્ચ, 2018 ના રોજ વન ઈન્ડિયા નામની વેબસાઈટ પર એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં શ્રી શ્રી રવિશંકર 3 દિવસની ‘અનુગ્રહ યાત્રા’ પર હતા. આ સમાચારને અનુસંધાને જ્યારે તેઓ 27 ફેબ્રુઆરી, 2018 ના રોજ ગોરખપુર પહોંચ્યા ત્યારે યોગી આદિત્યનાથ તેમને મળ્યા હતા. આ સમાચારમાં પોસ્ટમાં દર્શાવવામાં આવેલી તસવીરને અનુરૂપ તસવીર પણ જોઈ શકાય છે.

One India| Archive

નીચે તમે બંને ફોટા વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરંતુ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ફોટોમાં ક્યાંય પણ શેફાલી વૈદ્ય જોવા મળતી ન હતી. ત્યાર બાદ અમે શેફાલી વૈદ્યના ફેસબુક એકાઉન્ટ પર આ ફોટોને લઈને તપાસ હાથ ધરી હતી. તો અમને 17 મે, 2018 ના રોજ શેફાલી દ્વારા તેના ફેસબુક પર મૂકવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ઉપરોક્ત દાવામાં દેખાતા ફોટોને લગતો ફોટો પ્રાપ્ત થયો હતો અને તે ફોટોને જ ફોટોશોપના માધ્યમથી ઉપરોક્ત પોસ્ટમાં એડ કરવામાં આવ્યો હોવાનું માલૂમ થાય છે.

Archive

ફોટોશોપના માધ્યમથી એડિટ કરેલ ફોટો અને સાચો ફોટો તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ 21 મે, 2018 અને 30 મે 2018 ના રોજ શેફાલીએ આ પોસ્ટને લઈ પોતાના અપમાન અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવેલો ફોટો એડિટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા મૂકવામાં આવ્યો છે. શેફાલીની ફેસબુક પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.

Archive

જીગ્નેશ મેવાણી દ્વારા પણ આ પોસ્ટ પર ટ્વિટર પર ટિપ્પણી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ જીગનેશ મેવાણીને માલૂમ થયું કે, પોસ્ટમાં દર્શોવેલો ફોટો ફોટોશોપ છે તો તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દિલગીરી પણ વ્યક્ત કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ સાથે શેફાલીએ Opindia અને Rightlog દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારની લિંક પણ શેર કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Opindia| Archive

Rightlog| Archive

પરિણામ

આમ, અમારી તપાસમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, યોગી આદિત્યનાથ, શ્રી શ્રી રવિશેકર અને શેફાલી વૈદ્યના ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:યોગી આદિત્યનાથ, શ્રી શ્રી રવિશંકર અને શેફાલી વૈદ્યના ફોટોનું જાણો સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •