Fake News: અમુલ દૂધમાં પ્લાસ્ટિક હોવાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ખોટો છે. જેની પૃષ્ટી અમુલના તત્કાલિન એમડી આર એસ સોઢી દ્વારા કરવામાં આવી હતી. તેમજ  લોકોને ગેરમાર્ગે દોરવા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો બનાવનાર સામે પણ અમુલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમુલ દૂધનું એક તુટેલુ પેકેટ છે અને તપેલીમાં રાખેલા પદાર્થ માંથી પ્લાસ્ટિક નીકળતુ હોવાનું વીડિયો બનાવનાર જણાવી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમુલ દૂધમાં પ્લાસ્ટિક નાખવામાં આવે છે અને તેને ગરમ કરવાથી તેમાંથી પ્લાસ્ટિક નીકળે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમુલ દૂધમાં પ્લાસ્ટિક નાખવામાં આવે છે અને તેને ગરમ કરવાથી તેમાંથી પ્લાસ્ટિક નીકળે છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વીડિયો ફેસબુક પર 16 ડિસેમ્બર 2019ના અપલોડ કરેલો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ફેસબુક પોસ્ટ 

ઉપરોક્ત પરિણામો પરથી અમને TV9 ગુજરાતીનો 30 ડિસેમ્બર 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમૂલના દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ કરાઈ છે આવો વીડિયો બનાવનારની સામે ફરિયાદ.” 

TV9 Gujarati | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને અમુલના તત્કાલિન એમડી આર.એસ.સોઢી દ્વારા આ વિડિયો અંગે કરવામાં આવેલી પ્રેસકોન્ફરન્સ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રહેતા આશુતોષ શુક્લા દ્વારા આ વિડિયો બનાવવામાં આવ્યો છે. તેમણે 14 ડિસેમ્બરના આ વિડિયો સોશિયલ મિડિયામાં અપલોડ કર્યો હતો. અમુલ દ્વારા આશુતોષનો સંપર્ક સાધી અને આ સેમ્પલ માંગતા તેણે સેમ્પલ આપવાની ના પાડી હતી અને અમુલ પાસે 10 લાખ રૂપિયા પણ માંગ્યા હતા. જેથી  તેની સામે પ્રયાગરાજ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.” જે પ્રેસ કોન્ફરન્સ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ બાદમાં અમે પ્રયાગરાજ શહેરના કર્નલગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર નો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “અમુલ કંપનીના નિશાંત કુમાર દ્વારા તારીખ 28 ડિસેમ્બર 2019ના એફઆઈઆર નંબર 1155 હેઠળ મમ્ફોર્ડગંજ વિસ્તારમાં રહેતા આશુતોષ શુક્લા સામે આઈપીસી કલમ 386,499 તેમજ સુચના પ્રોધ્યોગિકી અધિનિયમની કલમ 66 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ખોટો છે. જેની પૃષ્ટી અમુલના તત્કાલિન એમડી આર એસ સોઢી દ્વારા કરવામાં આવી હતી. તેમજ  લોકોને ગેરમાર્ગે દોરવા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો બનાવનાર સામે પણ અમુલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: અમુલ દૂધમાં પ્લાસ્ટિક હોવાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply