વર્ષ 2019 નો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસ અને મોદી સરકારના સમર્થનમાં નારેબાજી કરતો લોકોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના વિરોધમાં દિલ્હીના લોકો રસ્તા પર ઉતર્યા અને દિલ્હી પોલીસ તેમજ મોદી સરકારના સમર્થનમાં નારેબાજી કરવા લાગ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2019 નો છે. સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા CAA અને NRC ના સમર્થનમાં લોકો દ્વારા આ પ્રકારે નારેબાજી કરવામાં આવી હતી. આ વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hindu Tejas Joshi નામના ફેસબુક યુઝર દ્વારા 27 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દિલ્હી ની જનતા પોલીસ ના સમર્થન માં રોડ પર આવી ગઈ… ખાલિસ્તાની ગુંડા ઓ ને જડબતોડ જવાબ જય શ્રી રામ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના વિરોધમાં દિલ્હીના લોકો રસ્તા પર ઉતર્યા અને દિલ્હી પોલીસ તેમજ મોદી સરકારના સમર્થનમાં નારેબાજી કરવા લાગ્યા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને besthindinews.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 24 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રાસરિત કરવામાં આવ્યા હતા. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં લોકો દ્વારા તેના વિરોધ કરી રહેલા લોકો વિરુદ્ધ આ પ્રકારે નારેબાજી કરવામાં આવી હતી. જેમાં તેઓ એવું બોલી રહ્યા છે કે, મોદીજી તુમ લટ્ઠ બજાઓ, હમ તુમ્હારે સાથ હૈ… દિલ્હી પોલીસ લટ્ઠ બજાઓ હમ તુમ્હારે સાથ હૈ…

Archive

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Hello Uttarakhand News | lokmatnews.in | Hindustan1st News

અમારી વધુ તપાસમાં અમને ભાજપના નેતા Jawahar Yadav દ્વારા પણ આજ વીડિયો તેમના સત્તાવાર ટ્વિટર પર 26 ડિસેમ્બર, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

Archive

Madhu Purnima Kishwar નામના અન્ય એક સત્તાવાર ટ્વિટર પર પણ વર્ષ 2019 માં આ વીડિયો મૂકવામાં આવ્યો હતો.  

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ , પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2019 નો છે. સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા CAA અને NRC ના સમર્થનમાં લોકો દ્વારા આ પ્રકારે નારેબાજી કરવામાં આવી હતી. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:વર્ષ 2019 નો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False