શું ખરેખર સમગ્ર વિશ્વમાં 140 દેશ જ કોરોના ગ્રસ્ત છે….? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Firoz Khan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2020ના અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. સાભડયુ છે કે ‘સાહેબે’ 150 દેશોને મદદ કરી. વિશ્વમાં કુલ 140 દેશ કોરોના ગરસત છે. તો આ બાકીનાં 10 દેશો કયા? કોઈ જાણકાર આ બાબત પર કઈક પ્રકાશ પાડશે? મેં કેનેડા સરકારની વેબસાઈટ ચેક કરી. મને કયાંય ભારતે મદદ કરી હોય એની માહિતી મલી નહીં. લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 227 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 84 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સમગ્ર વિશ્વમાં 140 દેશ જ કોરોના ગ્રસ્ત છે તેમજ ભારતે કેનેડાને કોરોનાને લઈ કોઈ મદદ નથી કરી.

FACEBOOK | FB POST ARCHIVE 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 જૂલાઈના સંબોધનનો આધાર લઈ અને આ પોસ્ટમાં બે દાવા કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએનમાં તેમના સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે, “કોરોના સામેની વૈશ્વિક લડાઈમાં ભારતે 150થી વધુ દેશોને મેડિકલ અને અન્ય મદદ પહોંચાડી છે.

AAJTAK | ARCHIVE

દાવા નંબર 1 : વિશ્વમાં 140 દેશ જ કોરોના ગ્રસ્ત છે.

ઉપરોક્ત દાવાની હક્કિત તપાસવા અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને WORLDOMETERS નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર કોરોનાથી 213 દેશ પ્રભાવિત થયા છે. જે તમે નીચે વાંચી શકો છો. 

WORLDOMETERS | ARCHIVE

તેમજ WHO દ્વારા 22 જૂલાઈ 2020ના કોરોના અંગેની સ્થિતીને લઈ પ્રકાશિત તેમના અહેવાલમાં પણ 213 દેશના નામ સાથે ક્યા કેટલા પોઝિટીવ કેસ છે. તેની સ્થિતી દર્શાવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

20200722-covid-19-sitrep-184

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, કોરોનાથી 140 દેશ નહિં પરંતુ 213 દેશ પ્રભાવિત થયા છે. 

દાવા નંબર 2 : ભારતે કોરોનાને લઈ કેનેડાને કોઈ મદદ નથી કરી. 

શું ખરેખર કોરોના દરમિયાન ભારતે કેનેડાને કોઈ જ મદદ નથી કરી તે જાણવા અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને તારીખ 3 મે 2020નો ન્યુઝ18નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર ભારત 50 લાખ હાઈડ્રોક્સાઈક્લોરોક્વિન દવા કેનેડાને પૂરી પાડશે જેની જાણકારી ભારતીય હાઈકમિશનર દ્વારા આપવામાં આવી હતી.

ન્યુઝ 18 | ARCHIVE

તેમજ હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા તારીખ 5 મે 2020ના પ્રકાશિત અહેવાલ અનુસાર 50 લાખ હાઈડ્રોક્સાઈક્લોરોક્વિન દવોનો જથ્થો કેનેડા પહોચી ગયો જે તમે નીચે જોઈ શકો છો.

હિન્દુસ્તાન ટાઈમ્સ | ARCHIVE

તેમજ ભારતીય રાજદૂત દ્વારા અજય બિસરિયા દ્વારા 5 મે 2020ના ટ્વિટ કરીને ટોરન્ટો પહોચેલી આ દવાના જથ્થાના ફોટો શેર કર્યા હતા. 50 લાખ હાઈડ્રોક્સાઈક્લોરોક્વિન દવોનો જથ્થો કેનેડા પહોચી ગયો હોવાની માહિતી આપી હતી. 

ARCHIVE

તેમજ એપ્રિલ મહિનામાં કેનેડિયન પીએમ દ્વારા પણ ભારતનો આભાર માનવામાં આવ્યો હતો. 

આમ, કેનેડાની ભારતે કોરોનાને લઈ મદદ કરવામાં આવી હોવાનું સાબિત થાય છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિશ્વમાં કોરોનાથી 140 દેશ નહિં પરંતુ 213 દેશ પ્રભાવિત છે. તેમજ કેનેડાને ભારતે 50 લાખ હાઈડ્રોક્સાઈક્લોરોક્વિન દવોનો જથ્થો મોકલાવ્યો હતો. 

Avatar

Title:શું ખરેખર સમગ્ર વિશ્વમાં 140 દેશ જ કોરોના ગ્રસ્ત છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False