તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરઘોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ભાવનગરના એક ગામમાં વરઘોડા સમયે બનેલી ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરઘોડામાં ઘોડા સાથે નીચે પટકાયેલા વરરાજાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 28 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 😨😱🥱😭 *😭સોના ની ચાંચે મોતી ચણવા નિકળેલ મોરલો દવાખાને, આ બનાવ તારીખ:- ૨૪-૦૨-૨૦૨૪ ના રોજ ભાવનગર જિલ્લાના આડા ટોડા ગામે બન્યો છે,વર રાજા ની કરોડરજ્જુ નો ભાંગી ને ભુક્કો થઈ ગયો છે, રૂ,૯,૦૦,૦૦૦/-રૂપિયા નવ લાખ ખર્ચીને પણ વર રાજા જીવન ભર ખાટલા વશ જ રહેશે,સમાજે દેખા દેખી જોઈને આવા અખતરા કરવા નુ બંધ કરવુ જોઈએ.😭* W. પર આવેલી પોસ્ટ છે પણ આંખ ખોલતો કિસ્સો છે એટલે અહીંયા મૂક્યું 🙏. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ભાવનગરના એક ગામમાં વરઘોડા સમયે બનેલી ઘટનાનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક ફેસબુક યુઝર દ્વારા 7 જૂન, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અન્ય કેટલાક ફેસબુક યુઝર દ્વારા પણ વર્ષ 2019 માં અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2 | Facebook Post 3

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો સાથેના સમાચાર NDTV દ્વારા 2 જાન્યુઆરી, 2023 ના રોજ પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનેલી ઘટનાનો નહીં પરંતુ વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર વાયરલ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરઘોડામાં ઘોડા સાથે નીચે પટકાયેલા વરરાજાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તાજેતરમાં ભાવનગર ખાતે વરઘોડામાં બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context