શું ખરેખર સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે…? જાણો શું છે સત્ય…

Coronavirus False સામાજિક I Social

Chetan Zinzuwadia નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સુરત ના એકતા ટ્રસ્ટ વાળા કહે છે કોવિદ 19 ની રોજ ની 60 થઈ 70 લાશો આવે છે… વિચાર કરો ગુજરાત નો રોજ નો આંકડો કયો છે?સરકાર લોક ડાઉન,અન લોક 1 અનલોક 2 જીવ ખેલ ખેલી કોરોના સંક્રમણ વધારી દીધું છે.રોજ ટીવી માં પ્રેસ માં કરોના મહામારી સિવાય ના સમાચાર ને મહત્વ અપાઈ રહ્યું છે. ટેસ્ટિંગ ખૂબ ઓછા છે.અને રોજ કુદકેભૂસકે કેસ વધે છે..હોસ્પિટલ અને તબીબી સેવા થઈ લોકો નારાજ છે અને પ્રાઇવેટ હોસ્પિટલ લૂંટે છે.. સતા પર નિર્દયતા માનવતા વિરુદ્ધ ના નિર્ણયો અને રોજગાર ના નામે શુન્ય, કોર્ટો બંધ,વિધાનસભા બંધ અને બાકી બધી ચાલુ!!!શુ સરકાર ચલાવે છે બીજેપી!!!  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે અને રોજની 60 થી 70 લાશો અંતિમસંસ્કાર માટે આવે છે. આ પોસ્ટને 100 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 7 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 79 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.07.22-21_51_36.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે અને રોજની 60 થી 70 લાશો અંતિમસંસ્કાર માટે આવે છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ગુજરાત સરકારની કોરોના વાયરસને લગતી તમામ માહિતી આપતી સત્તાવાર વેબસાઈટ gujcovid19.gujarat.gov.in પ્રાપ્ત થઈ હતી. જેમાં અમે ચકાસણી કરતાં અમને ક્યાંય પણ સુરત ખાતે રોજના કોરોનાને કારણે 60 થી 70 લોકોના મૃત્યુ થયા હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જેમાં આજ રોજની લેટેસ્ટ માહિતી મુજબ સુરત સમગ્ર ગુજરાતમાં આજે કુલ 28 લોકોના મોત થયા છે. જેમાં સુરત ખાતે 7 લોકોના કોરોનાને કારણ મોત થયા છે. જે તમે નીચે જોઈ શકો છો.

pressbrief2207222020085045939

Archive

ગુજરાત સરકારની ઉપરોક્ત વેબસાઈટ પર સુરત ખાતે એક જ દિવસમાં 60 થી 70 લોકોના મોત થયા હોય એવી માહિતી અમને ક્યાંય પણ પ્રાપ્ત થઈ ન હતી. જે તમે ઉપરોક્ત વેબસાઈટ પર દરેક દિવસે કોરોનાને કારણે થયેલા મોતના આંકડા પરથી સ્પષ્ટ જોઈ શકો છો.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સુરત ખાતે એક જ દિવસમાં કોરોનાને કારણે 60 થી 70 લોકોના મોત થયા હોય એ માહિતી તદ્દન ખોટી છે. અત્યાર સુધી ક્યારેય પણ એખ જ દિવસમાં આટલા બધા મોત થયા નથી. અમે કોરોનાને કારણે થયેલા મોતના આંકડાઓની સત્તાવાર માહિતી ગુજરાત સરકારને રોજે-રોજ મોકલીએ છીએ અને એ માહિતી રોજ સરકારની કોરોના માટેની વેબસાઈટ પર મૂકવામાં આવે જ છે. ત્યાં પણ તમે આ આંકડાઓની માહિતી ચકાસી શકો છો.”

અંતમાં અમે એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ સાથે આ દાવા અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ આંકડો એકલા કોરોના પોઝીટીવનો નહીં પરંતુ કોરોના નેગેટીવ તેમજ અન્ય શંકાસ્પદ દર્દીઓના મોતનો છે. ફક્ત કોરોના પોઝીટીવનો આંકડો અલગ હોય છે. મે વીડિયોમાં જે 55 થી 60 લાશોની વાત કરી એ કોરોના પોઝીટીવ, નેગેટીવ તેમજ શંકાસ્પદ મળીને કુલ આંકડાની વાત કરી છે.” 

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુરત ખાતે એક જ દિવનસમાં કોરોનાને કારણે 60 થી 70 લોકોના મોત થાય છે એ માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુરત ખાતે એક જ દિવનસમાં કોરોનાને કારણે 60 થી 70 લોકોના મોત થાય છે એ માહિતી તદ્દન ખોટી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False