શું ખરેખર રેલવેમાં ફરી વૃધ્ધ વ્યક્તિઓને કન્સેશન આપવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ રેલવેની સેવાને લઈ શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રેલવે દ્વારા વૃધ્ધ પુરૂષને ટિકિટ પર 40 ટકા અને મહિલાને 50 ટકાનું કન્સેશન આપવામાં આવી રહ્યુ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ભારતીય રેલવે દ્વારા આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, રેલવે દ્વારા દિવ્યાંગ વ્યક્તિને તેમજ દર્દીઓને અને વિદ્યાર્થીને રાહત આપવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ketan Parekh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રેલવે દ્વારા વૃધ્ધ પુરૂષને ટિકિટ પર 40 ટકા અને મહિલાને 50 ટકાનું કન્સેશન આપવામાં આવી રહ્યુ છે.”

Facebook | Fb post Archive | Facebook | Facebook | Facebook 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા, ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા 20 મે 2022ના રોજ પ્રકાશિત એક સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “વરિષ્ઠ નાગરિકોની રાહત ફરીથી લાગુ કરવામાં આવી રહી નથી.

New Indian Express | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને રેલવેના ઓફિશિયલ ટ્વિટર પરથી આ મેસેજનો જવાબ આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “હાલમાં દિવ્યાંગજનોની 4 શ્રેણીઓ, દર્દીઓ અને વિદ્યાર્થીઓની 11 શ્રેણીઓને રાહત આપવામાં આવી રહી છે.

Archive

તેમજ રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી સેવાઓ અંગે તેમની ઓફિશિયલ વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે. જે તમે નીચે જોઈ શકો છો.

PIB ફેક્ટ ચેક દ્વારા પણ આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી ન હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભારતીય રેલવે દ્વારા આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, રેલવે દ્વારા દિવ્યાંગ વ્યક્તિને તેમજ દર્દીઓને અને વિદ્યાર્થીને રાહત આપવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર રેલવેમાં ફરી વૃધ્ધ વ્યક્તિઓને કન્સેશન આપવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False