
Naeem Metar નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બ્રેકીંગ ન્યુઝ : અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટીવ ……. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ પોસ્ટને 28 લોકોએ લાઈક કરી હતી. 7 લોકોએ પોતાના મત રજૂકર્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને TIMES NOW દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 23 જુલાઈ, 2020 ના રોજ વીડિયો સાથે કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ફિલ્મ નિર્દેશક અશોક પંડિત દ્વારા ટાઈમ્સ નાઉને એક નિવેદન આપવામાં આવ્યું છે કે, “અમિતાભ બચ્ચનના બધા ચાહકોએ તેમની જલ્દી રિકવરી માટે પ્રાર્થના કરી હતી અને અમને ખાતરી છે કે તેઓ જલ્દી જ સારા થઈ જશે.”
ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચારમાં એવી માહિતી આપવામાં આવી છે કે, અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ અમારી વધુ તપાસમાં અમને અમિતાભ બચ્ચન દ્વારા જ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી ખોટી અને પાયાવિહોણી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, અભિનેતા અમિતાભ બચ્ચન હાલમાં તેમના પરિવાર સાથે મુંબઈની નાણાંવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ રોજ પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને પોતાની તબિયતના સમાચાર તેમના ચાહકોને આપતા રહે છે.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ નથી આવ્યો. હજુ પણ તેમની સારવાર નાણાંવટી હોસ્પિટલમાં ચાલી રહી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ નથી આવ્યો. હજુ પણ તેમની સારવાર નાણાંવટી હોસ્પિટલમાં ચાલી રહી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર અભિનેતા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
