શું ખરેખર ઈઝરાયલમાં કોરોનાથી એક પણ મૃત્યુ નથી થયુ….? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Rajesh N Rughani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. સી -19 થી ઇઝરાલમાં કોઈ મૃત્યુ નથી! તેમણે તેમને એક સુપર સમાચાર કહ્યું … આ તે કેવી રીતે આવી તે આ છે અને આ રીતે હું તેને મોકલી શકું છું. સી 19 વાયરસનો ઇલાજ અથવા તેને દૂર કરવાની રીત પ્રાપ્ત થઈ હતી. ઇઝરાઇલથી ત્યાંની માહિતી આવે છે આ વાયરસથી કોઈ મૃત્યુ થયું નથી.  રેસીપી સરળ છે 1. લીંબુ 2. બાયકાર્બોનેટ  ગરમ ચા તરીકે મિક્સ કરો અને પીવો – દરરોજ બપોરે, ગરમ ગરમ બેકિંગ સોડા સાથે લીંબુની ક્રિયા તરત જ વાયરસનો નાશ કરે છે – તેને શરીરમાંથી સંપૂર્ણપણે દૂર કરે છે. આ બંને ઘટકો રોગપ્રતિકારક શક્તિને ક્ષારયુક્ત બનાવે છે, કારણ કે જ્યારે રાત્રે પડે છે ત્યારે સિસ્ટમ એસિડિક બને છે અને સંરક્ષણ ઓછું થાય છે. તેથી જ ઇઝરાઇલના લોકો આ વાયરસથી રાહત અનુભવે છે. ઇઝરાઇલમાં દરેક જણ એક કપ ગરમ પાણી લીંબુ અને રાત્રે થોડો બેકિંગ સોડા સાથે પીવે છે, કારણ કે આ વાયરસને મારવા માટે સાબિત થાય છે. હું તે મારા બધા પરિવાર અને મિત્રો સાથે શેર કરું છું જેથી આપણામાંના કોઈપણને વાયરસ ન આવે. હું તેને તમારા માપદંડ પર છોડું છું કૃપા કરીને આને તરત જ પાસ કરો લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. તેમજ આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈઝરાયલમાં કોરોનાના કારણે એક પણ મૃત્યુ નથી થયુ. લિંબુ, ગરમ પાણી, અને બેકિંગ સોડા થી કોરોનાને મટાળી શકાય છે.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટ સોશિયલ મિડિયા પર માર્ચ મહિનાથી ફેસબુક સહિતના સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. જે તમે નીચે જોઈ શકો છો. 

ફેસબુક

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની વેબસાઈટની મુલાકાત લીધી હતી.

જેમાં તારીખ 14 જૂલાઈ 2020ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ઈઝરાઈલમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ 39294 કેસ છે અને કુલ 364 લોકોના મૃત્યુ થયા છે. આમ, એ દાવો તો ખોટો સાબિત થયો કે ઈઝરાયલમાં કોરોનાથી એક પણ મોત નથી થયુ.

WHO Report

તેમજ આ મેસેજ માર્ચ મહિનાથી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે તો માર્ચ મહિનામાં કોઈ મૃત્યુ થયા હતા કે કેમ તે અંગે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ઈઝરાયલમાં 30 માર્ચ સુધીમાં પણ 15 લોકોના મોત થયા હતા. જે પણ તમે WHOના રિપોર્ટમાં નીચે જોઈ શકો છો. 

WHO REPORT

WHOને પુછવામાં આવતા સવાલોના જવાબમાં કોવિડ-19ની કોઈ દવા હજુ સુધી શોધાઈ નથી તે જણાવવામાં આવ્યુ હતુ. 

WHO COVID-19 Q&A

આ ઉપરાંત WHOએ જણાવ્યુ હતુ કે, પરંપરાગત દવાઓ અને ઘરેલું ઉપચારો આ રોગથી પીડિત લોકોને રાહત આપી શકે છે. પરંતુ તે ક્યાંય સાબિત થતુ નથી કે તે કોવિડ-19ને રોકી શકે છે અથવા ઉપચાર કરી શકે છે.

અમે રોગપ્રતિકારક તંત્રના આલ્કલાઈઝેશન પર સંશોધન શોધી કાઢ્યુ અને અમને ક્ષારયુક્ત આહારના સંદર્ભમાં કેટલાક સંશોધન મળ્યા જે લાંબી બિમારીથી રોગિષ્ઠતા અને મૃત્યુદર ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ અમને કોવિડ -૧. ના સંભવિત ઉપાય તરીકે, શ્વેત રક્તકણો, બરોળ, અસ્થિ મજ્જા, એન્ટિબોડીઝ, પૂરક સિસ્ટમ, લસિકા સિસ્ટમ અને થાઇમસનો સમાવેશ થતાં રોગપ્રતિકારક શક્તિના આલ્કલાઇઝેશનના સંદર્ભમાં કોઈ સંશોધન મળ્યું નથી. COVID-19થી સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે, તમે નીચેની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો જે તમને અધિકૃત માહિતી પ્રદાન કરી શકે છે. 

WHOUNICEFCDC

પરિણામ

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઇઝરાયલમાં કોવીડ -19 ને કારણે 14 જૂલાઈ 2020 સુધીમાં 364 લોકો મૃત્યુ પામ્યા છે તેમજ 30 માર્ચ સુધીમાં 15 લોકો મૃત્યુ પામ્યા હતા. તેમજ લીંબુ, ગરમ પાણી અને બાયકાર્બોનેટના દ્રાવણથી COVID-19 નો ઇલાજ સાબિત થતો નથી.

Avatar

Title:શું ખરેખર ઈઝરાયલમાં કોરોનાથી એક પણ મૃત્યુ નથી થયુ….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False