ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના ભાષણનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા ગુજરાતમાં 25 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પોતે જ ગુજરાતમાં વીજળી, પાણી, રસ્તા, કાયદો અને વ્યવસ્થા ન હોવાનું જણાવી રહ્યા છે. વધુમાં તેઓ એ પણ કહે છે કે, ગુજરાતમાં બહેનો સલામત નથી અને ભૂખમરો પણ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017 નો છે. પુરુષોત્તમ રૂપાલાના ભાષણના પૂરા વીડિયો સાથે છેડછાડ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ram Ahir નામના ફેસબુક યુઝર દ્વારા 1 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ભાઈ ને સાંભળો

25 વરસ થી સરકાર કોની છે. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા ગુજરાતમાં 25 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પોતે જ ગુજરાતમાં વીજળી, પાણી, રસ્તા, કાયદો અને વ્યવસ્થા ન હોવાનું જણાવી રહ્યા છે. વધુમાં તેઓ એ પણ કહે છે કે, ગુજરાતમાં બહેનો સલામત નથી અને ભૂખમરો પણ છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને યુટ્યુબ પર Parshottam Rupala દ્વારા 8 ડિસેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પુરુષોત્તમ રૂપાલા ગુજરાતની ચૂંટણી સમયે માણાવદર ખાતે જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે. આ સભામાં તેઓ એવું કહી રહ્યા છે કે, કોંગ્રેસ દ્વારા આ વખતે એવો જ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં વીજળી, પાણી, રસ્તા, કાયદો અને વ્યવસ્થા નથી. વધુમાં તેઓ એ પણ કહે છે કે, ગુજરાતમાં બહેનો સલામત નથી અને ભૂખમરો પણ છે. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અધૂરો છે. નીચેના વીડિયોમાં તમે 6.16 મિનિટે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને સાંભળી શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અન્ય મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ  શકો છો. tube2.me

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2017 નો છે. પુરુષોત્તમ રૂપાલાના ભાષણના પૂરા વીડિયો સાથે છેડછાડ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના ભાષણનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •