શું ખરેખર અયોધ્યા રામ મંદિર નિર્માણની આ પહેલી તસ્વીર છે...? જાણો શું છે સત્ય..
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મંદિરનું નિર્માણ થઈ રહ્યુ હોવાનું દેખાઈ રહ્યુ છે. જૂદા-જૂદા પિલર અને તેની વચ્ચે થઈ રહેલા નિર્માણ કાર્યને લઈ અને જણાવવામાં આવી રહ્યુ છે કે, અયોધ્યા રામ મંદિર નિર્માણની આ પહેલી તસ્વીર છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણનો નહિં પરંતુ વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mahesh Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટો અયોધ્યા રામ મંદિર નિર્માણની તસ્વીર છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતલા/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વારાણસીમાં બનવા જઈ રહેલ કાશીવિશ્વનાથ કોરિડોરના નિર્માણ કાર્યની તસ્વીર જોવા મળે છે, અને ઓગષ્ટ 2021 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની વાત ચિફ ઓફિસર સુનિલ વર્મા દ્વારા કરવામાં આવી છે.”
તેમજ અમરઉજાલા દ્વારા પણ આ પ્રોજેક્ટને લઈ વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં આ ફોટોને જોઈ શકાય છે. અને તેમાં આ પત્થરને લઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જે તમે નીચે જોઈ શકો છો.
Bhaskar દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેમાં પણ આ પ્રોજેક્ટને લઈ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણનો નહિં પરંતુ વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરનો છે.
Title:શું ખરેખર અયોધ્યા રામ મંદિર નિર્માણની આ પહેલી તસ્વીર છે...? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False