શું ખરેખર અમુલમાં આ પ્રકારે દુધનો વેડફાડ થયો હતો.? જાણો શું છે સત્ય……

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આણદ અમુલ ડેરી મા બોયલર ફાટતા દુધ ની નદી
અંતે અમિત શાહે વચન પાડીયુ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 101 લોકોએ તેમના પ્રતિભાવ આપ્ય હતા, 3 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 157 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ પ્રકારે દૂધનો વેડફાટ અમુલ ડેરીમાં થયો હતો. 

FACEBOOK | ARCHIVE 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા સૌ પ્રથમ અમે ગૂગલ પર “milk waste in amul dairy” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ અમુલ ડેરીમાં આ પ્રકારનો દૂધનો વેડફાટ થયો હોવાનું જાણવા મળ્યુ ન હતું. તેથી અમે વિડિયોને ધ્યાનથી જોઈ અને પાછળ બેક ગ્રાઉન્ડમાં જે અવાજ સંભળાતો હતો તે સાંભળવાનો પ્રયત્ન કર્યો હતો. તો અમને જાણવા મળ્યુ હતુ કે તે રાજસ્થાનની ભાષા બોલી રહ્યા છે. તેથી અમે ગૂગલ પર ‘milk waste in Rajasthan’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના જયપુરમાં આવેલી સરસ ડેરીનો છે. જ્યા આ ઘટના બની હતી. જેને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

NEWS 18 HINDI | ARCHIVE

PATRIKA | ARCHIVE

ARCHIVE

આમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો અમુલ ડેરીનો નહિં પરંતુ જયપુરમાં આવેલી સરસ ડેરીનો હોવાનું અમારી પડતાલમાં સાબિત થાય છે. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિક થાય છે, કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો અમુલ ડેરીનો નહિં પરંતુ જયપુરમાં આવેલી સરસ ડેરીનો હોવાનું અમારી પડતાલમાં સાબિત થાય છે.

Avatar

Title:શું ખરેખર અમુલમાં આ પ્રકારે દુધનો વેડફાડ થયો હતો.? જાણો શું છે સત્ય……

Fact Check By: Frany Karia 

Result: False