તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તુર્કી ખાતે આવેલા ભૂકંપના કારણે દરિયામાં ત્સુનામી આવતાં શહેરમાં પાણી ભરાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2016 માં સાઉથ કોરિયાના બુસન ખાતે આવેલા વાવાઝોડાનો છે જેને તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Patidar Mehul નામના ફેસબુક યુઝર દ્વારા 30 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *તુર્કી* ભૂકંપને કારણે દરિયામાં સુનામીના પાણી શહેરમાં ભરાયા. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તુર્કી ખાતે આવેલા ભૂકંપના કારણે દરિયામાં ત્સુનામી આવતાં શહેરમાં પાણી ભરાયા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Yoga Nur Fahrudin દ્વારા 5 ઓક્ટોમ્બર, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સાઉથ કોરિયાના બુસન ખાતે 5 ઓક્ટોમ્બર, 2016 ના રોજ આવેલા ત્સુનામીનો છે.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. 10 Keunikan & Fakta | Game On

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2016 માં સાઉથ કોરિયાના બુસન ખાતે આવેલા વાવાઝોડાનો છે જેને તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:વર્ષ 2016 માં સાઉથ કોરિયામાં આવેલા ત્સુનામીનો વીડિયો તુર્કીના નામે વાયરલ... જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False