
Sonu Patidar નામના ફેસબુક યુઝર દ્વારા 21 જાન્યુઆરી 2020ના Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ નાનકડી બાળકી મેંગલોર ( દક્ષિણ ભારત) મા ભિખારીઓના જૂથમા છે. આ સંદેશાનો ખૂબ જ ફેલાવો કરો. આ બાળકી તેનુ નામ બોલી શકે છે, અને તે તેનુ નામ *સોનલ બિપીન પટેલ* બતાવે છે. આ ફોટા સાથેની પોષ્ટનો દરેક ગ્રુપમા જાણ કરો.તેની સાથે રહેલ ભિખારીઓ મુબઈથી ટ્રેનમાંથી મળી છે તેવુ બતાવે છે. આપણા પ્રયત્નોથી તે કદાચ તેના અસલી મા-બાપ પાસે પહોંચી શકે છે.“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 129 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 76 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટા વાળી બાળકી મેંગ્લોરમાં હાલમાં એક ભિખારી ગ્રુપ ભેગી જોવા મળી છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ફેસબુક પર આ જ કીવર્ડ સાથે શોધતા અમને જાણવા મળ્યુ હતુ કે, ગત જૂલાઈ મહિનાથી બાળકીનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને બાળકીના હાથમાં રહેલા રૂપિયાને ધ્યાનથી જોતા તે બાંગ્લાદેશી ચલણ હોવાનું દેખાઈ રહ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને શોધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Ajker Comila નામની વેબસાઈટ પર આ ફોટા અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આસિફ કોમિલા દ્વારા ફેસબુક પોસ્ટ પર આધારિત ફોટોમાંથી દેખાતી બાળકીને બે વર્ષ પહેલા બાગેરહાટના એક બઝાર માંથી અપહરણ કરવામાં આવ્યુ હતુ. હાલમાં એક વ્યક્તિએ ઢાકાના બનાનીમાં તેની ફોટો ક્લિક કરી હતી. આ બાળકીના કાકાએ પોતાની ભત્રીજીની ઓળખાણ કરી હતી અને ફોટોગ્રાફરનો સંપર્ક કર્યો હતો. જ્યારે તેઓ આ સ્થળ પર ગયા ત્યારે આ બાળકી ત્યાંથી નિકળી ગઈ હતી. તેમજ વધૂ માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, બાળકીના પિતા ચટગાંવમાં કામ કરે છે અને મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કરતા. તેમજ આ બાળકીની કોઈ માહિતી પ્રાપ્ત થાય તો બાળકીના કાકા અથવા પોલીસનો સંપર્ક કરવા વિંનતી કરવામાં આવી હતી. પોસ્ટમાં બાળકીના કાકા અને ઈસ્માઈલ કબીરનો નંબર આપવામાં આવ્યો હતો. જે બાગપારા ઉપજિલ્લા પ્રેસ ક્લબનો અધ્યક્ષ છે.“
તેમજ SHADHINNEWS નામની વેબસાઈટ દ્વારા પણ 14 જૂલાઈ 2019ના આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટો મેંગ્લોરની નહિં પરંતુ બાંગ્લાદેશના ઢાકાની છે. સોશિયલ મિડિયા પર લોકોને ભ્રામક કરવા આ પોસ્ટ શેર કરવામાં આવેલી છે.

Title:શું ખરેખર આ બાળકી મેંગ્લોરમાં ભિખારીઓના ગ્રુપ ભેગી જોવા મળી છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
