શું ખરેખર જાપાનના પ્રોફેસર ટાસુકો હોંજો દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Liladhar Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. Physiology or Medicine में नोबेल पुरस्कार जीतने वाले जापान के प्रोफेसर डॉक्टर टासुकू होंजो ने आज मीडिया के सामने यह बोल कर सनसनी फैला दी कि कोरोना वायरस प्राकृतिक नहीं है यदि प्राकृतिक होता पूरी दुनिया में यह यूं तबाही नहीं मचाता क्योंकि विश्व के हर देश में अलग अलग टेंपरेचर होता है प्रकृति के अनुरूप यदि यह कोरोनावायरस प्राकृतिक होता तो चीन जैसे अन्य देश जहां जैसा ही टेंपरेचर है या वातावरण है वहीं गदर मचाता यह ट्जरलैंड जैसे देश में भी फैल रहा है ठीक वैसा ही यह रेगिस्तानी इलाकों में भी फैल रहा है जबकि यह प्राकृतिक होता तो ठंडे स्थानों पर फैलता परंतु गर्म स्थानों पर जाकर यह दम तोड़ देता मैंने जीव जंतु और वायरस पर 40 साल रिसर्च किया है यह प्राकृतिक नहीं है यह बनाया गया है और यह वायरस पूरी तरह से आर्टिफिशियल है चीन की वुहान लेबोरेटरी में मैंने 4 साल काम किया है और उस लेबोरेटरी के सारे स्टाफ से में पूरी तरह परिचित हूं कोरोना हादसे के बाद से मैं सब को फोन लगा रहा हूं परंतु सभी मेंबर्स के फोन 3 महीने से बंद बता रहे हैं अब पता चल रहा है कि सारे लेब टेक्नीशियन की मौत हो गई हैमैं आज तक की अपनी सारी जानकारियों और रिसर्च के आधार पर यह 100% दावे के साथ कह सकता हूं: की कोरोना प्राकृतिक नहीं है चमगादड़ से नहीं निकला है, यह चीन ने बनाया है यदि मेरी बात जो मैं आज बोल रहा हूं वह आज या मेरे मरने के बाद भी झूठी हो तो मेरा नोबेल पुरस्कार सरकार वापस ले सकती है परंतु चीन झूठ बोल रहा है और यह सच्चाई एक दिन सबके सामने आएगी, લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નોબેલ પુરસ્કાર વિજેતા ડો.ટાસુકુ હોંજોએ દાવો કર્યો કે કોરોના વાયરસ મેન મેડ છે અને તેનું ઉત્પાદન વુહાનમાં થયું હતું. તેમજ તેમણે 4 વર્ષ સુધી વુહાનની લેબોરેટરીમાં કામ કર્યુ છે.” 

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો હતો કે, નોબેલ પ્રાઈઝ વિજેતા મેડિસિનના પ્રોફેસર ડો. ટાસુકો હોંજો કોણ છે.? દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, ટાસુકુ અને જેમ્સ.પી.એલિસનને વર્ષ 2018માં નકારાત્મક પ્રતિરક્ષા નિયમનના અવરોધ દ્વારા કેન્સર થેરાપીની શોધ માટે નોબેલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યો હતો.

અમે અમારી તપાસને આગળ વધારી હતી અને નોબલ પ્રાઈઝની વેબસાઇટમાં તેમની કારકિર્દી વિશેના ટૂંકા વર્ણનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જાપાનની ક્યોટો યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટના વોશિંગ્ટનની કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ સાથેનો તેમનો જોડાણની માહિતી આપવામાં આવી હતી. આગળ અમે ક્યોટો યુનિવર્સિટીની વેબસાઇટ પર તેની પ્રોફાઇલ શોધી કાઢી અને ‘બાયોગ્રાફી’ વિભાગ હેઠળ તેમની કારકિર્દીની સમયરેખા મળી, પણ આમાંની કોઈ પણ વેબસાઇટ Dr. હોંજોએ વુહાન સ્થિત કોઈ પ્રયોગશાળામાં કામ કર્યુ હોવાનું જણાવ્યુ ન હતુ. ટાસુકુ હોંજો હાલમાં ક્યોટો યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ્ડ સ્ટડીમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને ડિસ્ટિગ્નિશ પ્રોફેસરનું પદ ધરાવે છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 4 વર્ષ સુધી વુહાનની પ્રયોગશાળામાં કામ કરવાનો તેમનો કોઈ ઇતિહાસ નથી.

અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ડો. હોંજો દ્વારા મિડિયા સાથેના વાર્તાલાપમાં આ પ્રકારે કોઈ નિવેદન આપ્યુ છે કે કેમ તે જાણવા માટે પ્રયાસ કર્યો હતો. દરમિયાન મિડિયા સાથેની તેમની તાજેતરની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, વાઈરસના ચેપને શોધવા માટે દરરોજ 10,000 થી વધુ લોકો માટે પીસીઆર પરીક્ષણો રેમ્પ કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો હતો તેમજ ટોક્યો, ઓસાકા અને નાગોયાના ત્રણ શહેરોના રહેવાસીઓને વિનંતી કરી કે બહાર જવા પર સંપૂર્ણ આત્મ-સંયમ રાખે’” 

ઉપરોક્ત ઇન્ટરવ્યુ પહેલાંનું અમને એક બીજું ઇન્ટરવ્યુ પણ પ્રાપ્ત થયુ હતુ. જ્યાં ડો.ટાસુકુ હોંજોએ જાપાની અધિકારીઓને વધુ સક્રિય અભિગમ અપનાવવા પ્રોત્સાહિત કર્યા અને ભાર મૂક્યો કે તાઇવાન જાપાનનું અનુસરણ કરવા માટે એક સક્રિય મોડેલ તરીકે કામ કરશે. જો કે આ વાર્તાલાપ દરમિયાન એવા કોઈ પૂરાવા ન હતા મળ્યા કે જેનાથી પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને સમર્થન મળી શકે.અમે દુનિયાના વિશ્વસનીય મિડિયા રિપોર્ટોમાં પણ તપાસ્યા હતા પરંતુ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

આ સિવાય અમને પ્રોફેસર ટાસુકુ હોંજો તરફ ક્યોટો વિશ્વવિધાલય દ્વારા આપવામાં આવેલું સ્પષ્ટીકરણ પ્રાપ્ત થયુ. જેમાં તેઓ જણાવે છે કે, તાસુકુ હોંજોએ તેમના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, મને ખુબ દુખ થયુ કે મારુ નામ અને ક્યોટો વિશ્વવિધાલયના નામનો ઉપયોગ કરી ખોટા આરોપ અને ખોટી સુચના ફેલાવવા માટે કરવામાં આવ્યો.

રોયટર્સ દ્વારા પ્રકાશિત એક સમાચાર અનુસાર, WHO દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ કે, હાલમાં તમામ પુરાવાના આધારે જાણવા મળ્યુ છે કે, નોવેલ કોરોના વાયરસ વર્ષ 2019ના અંતમાં ચીનમાં જાનવરોમાંથી પેદા થયો હતો. તેમજ ન તો તેની હેરફેર કરવામાં આવી હતી અને તે પ્રયોગશાળામાં પણ ઉત્પાદિત ન હતો કરવામાં આવ્યો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, નોબેલ વિજેતા ડો.હોંજોએ ક્યારેય દાવો કર્યો નથી કે ‘કોરોનાવાયરસ કુદરતી નથી અને ચીન તેનું નિર્માણ કરવામાં આવ્યુ છે.’ તેમના નામ સાથે ખોટો મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેની સ્પષ્ટતા ખુદ ડો.હોંજો સ્પષ્ટ કરી છે.

Avatar

Title:શું ખરેખર જાપાનના પ્રોફેસર ટાસુકો હોંજો દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False