શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના ગાઝામાં બનવા પામી છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિની અંતિમ યાત્રા લોકો કાઢી રહ્યા છે. દરમિયાનમાં થોડે આગળ જતા એક સાયરન વાગે છે અને તમામ લોકો આ અંતિમ યાત્રા રોડ પર મુકી ભાગી જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ટરનેશનલ મિડિયાને દેખાડવા માટે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના હાલમાં ગાઝામાં બનવા પામી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો ગાઝાનો નહિં પરંતુ વર્ષ 2020નો જોર્ડનનો છે. જ્યા કર્ફ્યુ માંથી મુક્ત થવા યુવાનો દ્વારા આ કારસ્તાન આચર્યુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vipul Pravinchandra Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈન્ટરનેશનલ મિડિયાને દેખાડવા માટે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના હાલમાં ગાઝામાં બનવા પામી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઇજિપ્તના દૈનિક “યુમ 7” ના સમાચાર અહેવાલમાં વાયરલ વિડિયોમાંના સમાન દ્રશ્યો પ્રાપ્ત થયા હતા. આ અહેવાલ તારીખ 24 માર્ચ 2020ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કોરોના વાયરસમાં યુવાનોએ ઘરની બહાર નિકળવા અંતિમ યાત્રા કાઢી પરંતુ તેમના માટે સપ્રરાઈઝ રાહ જોઈ રહી હતી.

Youm7 | Archive

માર્ચ 2020માં, કોરોના વાયરસના ફેલાવાને અંકુશમાં રાખવા માટે તત્કાલીન વડા પ્રધાન ઓમર રઝાઝ દ્વારા જોર્ડનમાં ફરજિયાત લોકડાઉન લગાડવામાં આવ્યુ હતું.

તેમજ વધુ સર્ચ કરતા અમને યુએઈ સ્થિત ઓરિયન્ટ ટીવી દ્વારા આ અંગે તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, કોરોના કર્ફ્યુમાં નાસી છૂટવા માટે જોર્ડનમાં યુવાનો દ્વારા અંતિમ યાત્રા કાઢી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ 24Entertain(24.ae) દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ આ વિડિયો શેર કરી અને માહિતી આપી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

જ્યારે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુધ્ધનો માહોલ મે 2021માં સર્જાયો હતો. તે બાદ હાલમાં બંને તરફથી હુમલાઓ થઈ રહ્યા છે અને જૂદા-જૂદા વિડિયો સામે આવી રહ્યા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો ગાઝાનો નહિં પરંતુ વર્ષ 2020નો જોર્ડનનો છે. જ્યા કર્ફ્યુ માંથી મુક્ત થવા યુવાનો દ્વારા આ કારસ્તાન આચર્યુ હતુ.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના ગાઝામાં બનવા પામી છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False