શું ખરેખર ગોલ્ડન સગાઈ નામની વેબસાઈટ પર ફક્ત હિન્દુ છોકરીઓનું જ રજીસ્ટ્રેશન થઈ શકે છે...? જાણો શું છે સત્ય…
नितिन चारोलीया નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*ચેતતા રહેજો* *Golden Sagai* નામની વેબસાઇટ છે. જ્યાં *ફક્ત હિન્દુ છોકરીઓનું જ registration થાય છે* કરોડપતિ વર મળશે ના નામ પર *સાવધાન રહેજો* . જો એ આટલી જ મોટી company હોય તો રિક્ષા પાછળ જાહેરાત અને *મુસ્લિમ એરિયામાં office કેમ રાખી છે ??* *શકીલ અહમદ* નામે એક મુસ્લિમ માણસ (?) 59 બ્રાહ્મણોને ભેગા કરવા માટે જિલ્લા મુજબનું વોટ્સએપ ગ્રુપ બનાવી રહ્યું છે. *કૃપા કરીને કોઈની સાથે જોડાશો નહીં.* શકીલ અહેમદ એક *મુસ્લિમ સંગઠન છે જે લવ જેહાદ માટે હિન્દુ બ્રાહ્મણ છોકરીઓની માહિતી એકઠી કરે છે.* કૃપા કરીને તે બધાને હિન્દુ જૂથમાં ફેલાવો. *બધાથી સાવધ રહો* watsapp એપ્લિકેશન જૂથ પર, લેખિતમાં, દરેકને જાણ કરો. *આ મેસેજ બધા ને ફોરવર્ડ કરો..🙏🏻*” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટને 10 લોકોએ શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગોલ્ડન સગાઈ નામની વેબસાઈટ પર માત્ર હિન્દુ છોકરીઓનું રજીસ્ટ્રેશન થાય છે અને હિન્દુ છોકરીઓની માહિતી એકઠી કરે છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ ધર્મના નામે અથવા સાંપ્રદાયિકતાના નામે આ પ્રકારે કોઈ વેબસાઈટ કામ કરતી હોય તો ક્યાકને ક્યાંક તેની નોંધ લેવાય જ હોય. તેથી ગૂગલ પર અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ક્યાંય પણ આ અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે GOLDENSAGAISHADI.COM નામની વેબસાઈટની મુલાકાત લીધી હતી. જેમાં અમે પ્રેક્ટિકલ કરીને જોયુ તો હિન્દુ છોકરાઓનું પણ રજીસ્ટ્રેશન થઈ રહ્યુ છે. અમને જે તમે પણ જોઈ શકો છો.
ત્યારબાદ અમે આ વેબસાઈટના પ્રોપરાઈટર ઈમિત્યાઝ ખાન પઠાણનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વેબસાઈટ તેમણે 1.5 વર્ષ પહેલા અમદાવાદના સીજી રોડ પર શરૂ કરી હતી. પરંતુ ત્યા જોઈએ તે મુજબ કામ નહિં ચાલતા અમે 1 વર્ષ બાદ તે ઓફિસ બંધ કરી દિધી અને અમારી જૂની ઓફિસે તેને ટ્રાન્સફર કરી દિધી હતી. હાલમાં મે મારી અન્યએક વેબસાઈટ mandimitao.com શરૂ કરી છે. જેમાં હું મારા વિચારો રજૂ કરૂ છુ. જેના કારણે ઘણા લોકો મારો વિરોધ કરી રહ્યા છે અને મને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે. તેમજ મારા સલાહકારો સાથે વાત કરી અને આ મેસેજ વાયરલ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરીશું”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબની તમામ વાત ખોટી છે. હિન્દુ છોકરાઓનું પણ રજીસ્ટ્રેશન પણ થઈ રહ્યુ છે. તેમજ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને વેબસાઈટના પ્રોપ્રરાઈટર દ્વારા પણ તેને નકારી કાઢવામાં આવ્યો છે.
Title:શું ખરેખર ગોલ્ડન સગાઈ નામની વેબસાઈટ પર ફક્ત હિન્દુ છોકરીઓનું જ રજીસ્ટ્રેશન થઈ શકે છે...? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False