જાણો અયોધ્યા મેટ્રો સ્ટેશનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા અયોધ્યા ખાતે બની રહેલા મંદિર તેમજ અયોધ્યા ખાતે થઈ રહેલા અન્ય નવનિર્માણ પ્રોજેક્ટના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક મેટ્રો સ્ટેશનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો અયોધ્યાના મેટ્રો સ્ટેશનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં અયોધ્યાના મેટ્રો સ્ટેશનનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક નહીં પણ AI સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યો છે.  આ ફોટોને સોશિયલ મીડિયા પરલોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 2 નવેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અયોધ્યા મેટ્રો સ્ટેશન . પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો અયોધ્યાના મેટ્રો સ્ટેશનનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેની ટ્વિટ The Madhya Pradesh Index દ્વારા 28 ઓક્ટોમ્બર, 2023 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

Archive

ઉપરોક્ત ટ્વિટમાં આપવામાં આવેલી માહિતી પરથી એ માલૂમ થાય છે કે, આ તમામ ફોટો @Amarrrz દ્વારા AI સોફ્ટવેરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ કોઈ વાસ્તવિક ફોટો નથી પરંતુ સંકલ્પના દ્વારા અયોધ્યા રેલવે સ્ટેશન કેવું દેખાશે એ દર્શાવવામાં આવ્યું છે.

ઉપરોક્ત તમામ ફોટોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, AI દ્વારા બનાવવામાં આવેલા આ ફોટાઓમાં અંગ્રેજી સ્પેલિંગમાં પણ ભૂલ જોવા મળી હતી.

AI સોફ્ટવેરમાં અક્ષરોને સમજવામાં કેટલીક સમસ્યાઓ હોય છે. અક્ષરોની રચનામાં નાની ભૂલ પણ શબ્દને ખોટો બનાવી દેશે. આ કારણે AI ને આંગળીઓ અને દાંત જેવી વસ્તુઓ બનાવવામાં મુશ્કેલી પડે છે.

Article | Archive

રેલવે મંત્રાલયે અયોધ્યામાં રિનોવેશન હેઠળના સ્ટેશનની તસવીરો તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અયોધ્યાના મેટ્રો સ્ટેશનનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક નહીં પણ AI સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવ્યો છે.  આ ફોટોને સોશિયલ મીડિયા પરલોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો અયોધ્યા મેટ્રો સ્ટેશનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: False

Leave a Reply