તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીની મુલાકાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસદુદ્દીન ઓવેસી સાથે બેઠા હોય એવું ક્યાંય જોવા મળતું નથી. વાસ્તવિક ફોટોમાં ઔરંગાબાદના AIMIM ના નેતા શરીફ નક્સબંદી અસદુદ્દીન ઓવેસી અને ઈમ્તિયાઝ જલીલને મળ્યા હતા એ સમયનો આ ફોટો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 7 નવેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અંધભકતો આંખો ખોલો તમારી... . આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીની મુલાકાતનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રથમ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો Shareque Naqshbandi દ્વારા ફેસબુક પર 1 મે, 2022 ના રોજ મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, MIM ના પ્રમુખ, MIM મહારાષ્ટ્રના પ્રમુખ અને MIM ઔરંગાબાદના પ્રમુખ ત્રણેય એકસાથે એક જ ફોટોમાં.

અમારી વધુ તપાસમાં અમને જાણવા મલ્યું હતું કે, ઉપરોક્ત ફોટો ઔરંગાબાદના AIMIM ના પ્રમુખ શરીફ નક્સબંદી અસદુદ્દીન ઓવેસી અને ઈમ્તિયાઝ જલીલને મળ્યા હતા ત્યારનો છે. આજ ફોટો અમને શરીફ નક્સબંદીના ઈન્સ્ટાગ્રામ પર પણ પ્રાપ્ત થયો હતો. પરંતુ આ ફોટોમાં અમને ક્યાંય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા ન હતા.

અમારી વધુ તપાસમાં અમને AIMIM નેતા અને કારવાંના ધારાસભ્ય કૌસર મોહિઉદ્દીનના સત્તાવાર ફેસબુક પેજ પર 27 સપ્ટેમ્બરે કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટ કરાયેલ આ ફોટોને ફેક ગણાવવામાં આવ્યો છે.

નીચે તમે પોસ્ટમાં મૂકવવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIMના નેતા અસદુદ્દીન ઓવેસીના એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસદુદ્દીન ઓવેસી સાથે બેઠા હોય એવું ક્યાંય જોવા મળતું નથી. વાસ્તવિક ફોટોમાં ઔરંગાબાદના AIMIM ના નેતા શરીફ નક્સબંદી અસદુદ્દીન ઓવેસી અને ઈમ્તિયાઝ જલીલને મળ્યા હતા એ સમયનો આ ફોટો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીની મુલાકાતનો આ ફોટો છે...? જાણો શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: Altered