શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Fakt Gujarati – ફક્ત ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. મિઝોરમ માં શાકભાજીના વેચાણ કરતા તેની ની વ્યવસ્થા જોવો આવા સંચાલન થી રોગ મુકત રાજ્ય બન્યું શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 966 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 40 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 299 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ફોટો ભારત દેશના મિઝોરમ રાજ્યનો છે. લોકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટિંગનું પાલન કરવામાં આવ્યુ.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને મ્યાનમારના ઈકોનોમિક્સ રિલેશનના ફોરેન મિનિસ્ટર Thaung Tun દ્વારા ટ્વિટ કરીને આ 4 ફોટો શેર કરવામાં આવ્યા હતા. સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સોશિયલ ડિસ્ટન્સિંગની પ્રેક્ટિસ પાડવા બદલ કલાવના અધિકારી અને લોકોને સલામ !

ARCHIVE

ત્યારબાદ અમે કલાવ ક્યાં આવેલુ છે તે જાણવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, “કલાવ નામની એક ટાઉનશીપ છે. જે મ્યાનમારના શાન રાજ્યમાં આવેલી છે. આ શહેર મ્યાનમારમાં તેની સુંદરતા અને અનુશાસન માટે પ્રખિયાત હોવાનું જાણવા મળ્યુ હતુ.”

જૂદી-જૂદી સમાચાર એજન્સીઓ દ્વારા પણ મ્યાનમારની આ માર્કેટ અંગેની માહિતી આપતી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

PRACHACHAT.NET | ARCHIVE

PHILNEWS.PH નામની વેબસાઈટ દ્વારા પણ આ માહિતી આપતો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ ફોટો શેર કરવામાં આવ્યા હતા. 

PHILNEWS.PH | ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમારી મ્યાનમારની ટીમનો સંપર્ક સાધ્યો હતો તેમણે પણ આ માહિતીને કન્ફર્મ કર્યુ હતુ કે આ તસ્વીર મ્યાનમારની છે. તેમજ દૂકાનમાં જે બોર્ડ લગાવવામાં આવ્યા હતા. તેમા બર્મિસ ભાષામાં લખ્યુ હોવાનું તેમણે અમને જણાવ્યુ હતુ. 

જે મોટા વર્તુળમાં બોર્ડ છે તેમાં બર્મિસ ભાષામાં “Golden Priness Gold Smiths Shop” લખ્યુ હતુ. તેમજ નાન વર્તળમાં જે બોર્ડ છે. તેમાં બર્મિસ ભાષામાં “”Hello Boy” wears and fashion” લખ્યુ હતુ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મિઝોરમનો નહિં પરંતુ મ્યાનમારના શાન રાજ્યના કલાવ નામની ટાઉનશીપનો છે. 

Avatar

Title:શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False