શું મણિપુરની આ મહિલાઓ EVM સાથે છેડછાડની શંકા કરીને તોડફોડ કરી રહી છે…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

પોલીસની હાજરીમાં EVMમાં તોડફોડ કરતી કેટલીક મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મણિપુરમાં મહિલાઓએ પોલિંગ બૂથ પર ઈવીએમમાં ગડબડીની શંકાને લઈ તોડફોડ શરૂ કરી દીધી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મણિપુરમાં મહિલાઓએ પોલિંગ બૂથ પર ઈવીએમમાં ગડબડીની શંકાને લઈ તોડફોડ શરૂ કરી દીધી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

તેમજ ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને NDTV દ્વારા 19 એપ્રિલ 2024ના રોજ ટ્વિટ કરવામાં આવેલો સમાન વિડિયો પ્રાપ્ત થયો હતો. જે માહિતી અનુસાર, મણિપુરમાં પ્રોક્સી વોટિંગના આરોપમાં EVMમાં તોડફોડ કરવામાં આવી હતી. 

Archive

ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, 19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સમાપ્તિ થતાં, મણિપુરના વિવિધ ભાગોમાંથી એજન્ટો અને મતદારોને ડરાવવા, બંદૂક ચલાવવાની અને મતદાન મથકોની તોડફોડના અહેવાલો આવ્યા હતા. ઘણી જગ્યાએ સશસ્ત્ર લોકો મતદાન મથકો પર કબજો કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ પણ ફરિયાદ કરી હતી કે તેમને ભાજપને મત આપવા દબાણ કરવામાં આવ્યું હતું.

એનડીટીવીના અહેવાલ મુજબ ગોળીબારની ઘટનાઓ સામે આવી છે જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. ઘણા લોકોને વોટ આપવા માટે ઘરની બહાર ન આવવાની ધમકી આપવામાં આવી હતી. 

ANI એ ચૂંટણી પંચની નોટિસ ટ્વીટ કરી છે જેમાં મણિપુરના 11 મતદાન મથકોના પુનઃમતદાનની માહિતી આપવામાં આવી છે. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, વાયરલ વીડિયોની ઘટનાનો ઈવીએમ સાથે છેડછાડ સાથે કોઈ સંબંધ નથી. આ ઘટના મણિપુરના એક મતદાન મથક પર બની હતી જ્યારે બહુવિધ પ્રોક્સી મતદાનની શંકા હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું મણિપુરની આ મહિલાઓ EVM સાથે છેડછાડની શંકા કરીને તોડફોડ કરી રહી છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading

Leave a Reply