Fake News: પીએમ મોદીની જાલૌર સભાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વીડિયો પીએમ મોદીની હાલમાં જાલૌરની રેલી દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2019માં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી રેલી દરમિયાનનો આ વીડિયો છે.

લોકસભા ચૂંટણી માટે ભાજપના રાજકીય અભિયાનના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજસ્થાનના જાલૌરમાં એક જાહેર રેલીને સંબોધિત કરી, આ વચ્ચે સોશિયલ મીડિયામાં ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ મોદીની જૌલોર રેલી દરમિયાન ઉમટેલી ભીડનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ મોદીની જૌલોર રેલી દરમિયાન ઉમટેલી ભીડનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો ફેસબુક પર પ્રાપ્ત થયો હતો, જે 25 એપ્રિલ 2019ના અપલોડ કરવામાં આવ્યો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ વિડિયો બીજે ક્યાંયનો નહી પરંતુ રાજસ્થાનમાં જલૌર જિલ્લાના રામસીનમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને સચિન પાયલટની જાહેર સભામાં ભારે ભીડ જોવા મળી રહી છે.” 

Archive

તેમજ આ જ વીડિયો યુટ્યુબ પર અમને આ જ માહિતી સાથે પ્રાપ્ત થયો હતો, જે 25 એપ્રિલ 2019ના અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

કોંગ્રેસે 25 એપ્રિલ, 2019ના રોજ રાજસ્થાનમાં જાલોર સહિત અનેક સ્થળોએ રેલીઓનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ સીએમ અશોક ગેહલોતે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર મીટિંગના દ્રશ્યો શેર કર્યા હતા. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પીએમ મોદીની હાલમાં જાલૌરની રેલી દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2019માં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી રેલી દરમિયાનનો આ વીડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: પીએમ મોદીની જાલૌર સભાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False