શું ખરેખર કોરોના દર્દીઓની સારવાર તંબુમાં ચાલી રહી છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા દર્દીઓ સુતેલા જોવા મળે છે. અને તમામની સારવાર ચાલી રહી હોવાનું જોવા મળે છે. તેમજ અમુક દર્દીઓને બાટલા પણ ચડાવવામાં આવી રહ્યા છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તંબુમાં સુતેલા આ તમામ લોકો કોરોનાના દર્દીઓ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતા તમામ દર્દીઓ ટાયફોઈડના દર્દીઓ છે. કોરોના દર્દીઓ હોવાની વાત તદ્દન ખોટી છે. તમામ દર્દીઓની સારવાર નંદુરબારના શિવપુર ગામમાં કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ak Ak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તંબુમાં સુતેલા આ તમામ લોકો કોરોનાના દર્દીઓ છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્યભાસ્કરની ગુજરાતની સુરતના 20 એપ્રિલ 2021 ના ઈપેપર આ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાતના તાપી જિલ્લાના 7 ગામના લોકો મહારાષ્ટ્ર સરહદે આવેલા શિવપુર ગામની તંબુ હોસ્પિટલમાં આ રીતે સારવાર લઈ રહ્યાં છે. આ તમામ લોકોના કોરોનાના દર્દી નહિં પરંતુ ટાઈફોઈડના દર્દીઓ છે.

Surat Epaper | Archive

તેમજ અમને ભાસ્કરની વેબસાઈટ પર આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યો હતુ કે, “કોરોના મહામારી વચ્ચે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર ટાઈફોઈડનો રોગ ફાટી નિકળ્યો છે. 15 દિવસમાં 900 થી વધુ દર્દીઓ નોંધાયા છે.

દિવ્યભાસ્કર | સંગ્રહ

તેમજ સંદેશ ન્યુઝ દ્વારા આ અંગે માહિતી આપતો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો. 

સંદેશ | સંગ્રહ

નવાપુર એક્સપ્રેસ ન્યુઝ નામની યુટ્યુબ ચેનલ પર વાયરલ ફોટો પ્રકાશિત થયો છે. જે 20 એપ્રિલે પોસ્ટ કરાઈ હતી. અહેવાલ અનુસાર, “આ દ્રશ્યો મહારાષ્ટ્ર-ગુજરાત સરહદની મહારાષ્ટ્ર બાજુના ગામોના છે. ફોટામાંના દર્દીઓ ટાઇફોઇડના તાવથી પિડિત છે અને કોરોનાના દર્દી નથી.” વધુ માહિતી માટે નીચેની લીંક જુઓ.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે તાપી જિલ્લા વહિવટી અધિકારીનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ કોરોનાના દર્દીઓ નથી, આ તમામ ટાઈફોઈડના દર્દીઓ છે. કોરોના દર્દી હોવાની વાત તદ્દન ખોટી છે.

તેમજ અમે આ તમામ લોકોની સેવા મદદ કરી રહેલા ડો નીલેશ પાડવીનો અમે સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, “આ ટાઈફોયડના ભરડામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. તેઓને સારવાર અહી નંદુરબારના શિવપુર ગામમાં સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાત બોર્ડર અને મહારાષ્ટ્ર બોર્ડરના પણ ઘણા લોકો અહી સારવાર માટે આવી રહ્યા છે. તેમજ આ તમામ દર્દીઓમાં કોઈપણને કોરોનાના લક્ષણો જોવા મળતા નથી. તેમજ ટાઈફોઈડ ફેલાવવાનું કોઈ ચોક્કસ કારણ કહી શકાય તેમ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતા તમામ દર્દીઓ ટાયફોઈડના દર્દીઓ છે. કોરોના દર્દીઓ હોવાની વાત તદ્દન ખોટી છે. તમામ દર્દીઓની સારવાર નંદુરબારના શિવપુર ગામમાં કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર કોરોના દર્દીઓની સારવાર તંબુમાં ચાલી રહી છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False