કોલકતાના જૂના વીડિયોને સુરતના વેપારીને ત્યા ઈડીની કાર્યવાહીના નામે વાયરલ…. જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ED ની રેઈડનો આ વીડિયો સુરતના વેપારીને ત્યાંનો નહિં પરંતુ પશ્ચિમ બંગાળના કોલકતામાં ઈડી દ્વારા કરવામાં આવેલી રેઈડનો આ વીડિયો છે.

લોકસભાની ચૂંટણીને લઈ સોશિયલ મીડિયાનું વાતાવરણ ખૂબ જ ગરમ થઈ રહ્યુ છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૈસા ગણતા અધિકારીઓને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતના વેપારી અને આમ આદમી પાર્ટીના નેતા શેખર અગ્રવાલને ત્યા ઈડી દ્વારા રેઈડ કરવામાં આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતના વેપારી અને આમ આદમી પાર્ટીના નેતા શેખર અગ્રવાલને ત્યા ઈડી દ્વારા રેઈડ કરવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને ઝીન્યુઝ પર પ્રસારિત આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે,  ED દ્વારા સર્ચ ઓપરેશનમાં કોલકાતાના એક બિઝનેસમેનના ઘર માંથી ₹17 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ એનડીટીવી દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, “મોબાઈલ ગેમિંગ એપ્લિકેશનને લગતી તપાસના સંદર્ભમાં ED એ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) 2002ના હેઠળ કોલકાતામાં અલગ-અલગ છ પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. જ્યાં એક જગ્યાએ 18 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.

NDTV | ARCHIVE

આ અંગેની માહિતી ઈડી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કોલકતામાં 6 સ્થળો પર રેઈડ કરવામાં આવી હતી. એક ગેમિંગ એપ્લિકેશનના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલી રેઇડમાં 17.32 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.”

ARCHIVE

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, “આ નામનું કોઈ શખ્સ અમારી પાર્ટી સાથે જોડાયેલ નથી. આ તદ્દન ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો ગુજરાતના સુરતમાં ઈડી દ્વારા કરવામાં આવેલી રેઈડનો વીડિયો નથી આ વીડિયો કોલકતામાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો આ વીડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કોલકતાના જૂના વીડિયોને સુરતના વેપારીને ત્યા ઈડીની કાર્યવાહીના નામે વાયરલ…. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply