કોલસાની આપૂર્તિ માટે રાત-દિવસ ચાલી રહેલી ટ્રેનના નામે જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોલસો ભરીને જઈ રહેલી ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કોલસાની આપૂર્તિ માટે સરકાર દ્વારા રાત-દિવસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોલસો લઈને જઈ રહેલી ટ્રેનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ જાન્યુઆરી 2021 માં સુપર શેષનાગ નામની સૌપ્રથમ સૌથી લાંબી એક 4 લોડેડ ટ્રેનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nirav Kikani નામના ફેસબુક યુઝર દ્વારા 23 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દેશમાં વિદ્યુત ઉત્પાદન મથકો ઉપર કોલસાની આપૂર્તિ થઈ રહે ,તે માટે પર્યાપ્ત કોલસાનો સ્ટોક દરેક મથકે પહોંચાડી રહ્યા છે. તે માટે યુદ્ધના ધોરણે ૪ લોકોમોટિવ એન્જીન વાળી ૪ રેક વાળી ટ્રેનને જોડીને બફર સ્ટોક પહોંચાડી રહ્યા છે. ટ્રેનની કુલ લંબાઈ : ૪ કિલોમીટર મેરા દેશ આગે બઢ રહા હૈ … પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કોલસાની આપૂર્તિ માટે સરકાર દ્વારા રાત-દિવસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે તેનો આ વીડિયો છે.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો રેલ મંત્રાલય, ભારત દ્વારા 6 જાન્યુઆરી, 2021 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, SECR ના બિલાસપુર ડિવિઝન દ્વારા સંચાલિત ‘સુપર શેષનાગ’- સૌથી લાંબી 4 લોડેડ ટ્રેનની સફર. 

વધુમાં અમને spglobal.com પર પ્રસારિત કરવામાં આવેલા એક અહેવાલ પરથી જાણવા મળ્યું હતું કે, ભારતમાં આ વર્ષે કોલસાની અછત સપ્ટેમ્બર 2021 થી સર્જાઈ છે.

screenshot-www.spglobal.com-2021.10.29-21_43_14.png

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. hindustantimes.com |  reuters.com

અમારી વધુ તપાસમાં અમને SECR ના બિલાસપુર ડિવિઝન દ્વારા સંચાલિત ભારતની સૌથી લાંબી 4 લોડેડ સુપર શેષનાગ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તેનો વધુ એક વીડિયો રેલ મંત્રાલય દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 6 જાન્યુઆરી, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો અને ઉપરોક્ત માહિતી સાથેની વધુ એક ટ્વિટ પ્રસાર ભારતી દ્વારા પણ 6 જાન્યુઆરી, 2021 ના રોજ કરવામાં આ હતી.

આજ વીડિયો અને માહિતીને DRM Hubballi અને DRM Bilaspur દ્વારા પણ શેર કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોલસો લઈને જઈ રહેલી ટ્રેનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ જાન્યુઆરી 2021 માં સુપર શેષનાગ નામની સૌપ્રથમ સૌથી લાંબી એક 4 લોડેડ ટ્રેનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:કોલસાની આપૂર્તિ માટે રાત-દિવસ ચાલી રહેલી ટ્રેનના નામે જૂનો વીડિયો થયો વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading