જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મગર સાથે લડ્યા હોવાના સંદેશ ન્યૂઝ ચેનલના વાયરલ ફોટોનું શું છે સત્ય…

Altered રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંદેશ ન્યૂઝ ચેનલના બ્રેકિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, જ્યારે હું નાનો હતો ત્યારે નદી પાર કરતાં મગર જોડે 5 મિનિટ સુધી એકલે હાથે લડ્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સંદેશ ન્યૂઝ ચેનલના બ્રેકિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ફોટો એડિટેડ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 12 ડિસેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા પોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, જ્યારે હું નાનો હતો ત્યારે નદી પાર કરતાં મગર જોડે 5 મિનિટ સુધી એકલે હાથે લડ્યો હતો.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા વડાપ્રધન નરેન્દ્ર મોદીના આ જ કપડાં પહેરેલો તેમના ભાષણનો સંપૂર્ણ વીડિયો નરેન્દ્ર મોદીના સત્તાવાર યુટ્યુબ પર 8 ડિસેમ્બર, 2017ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાભર ખાતે જનસભાને સંબોધન.

ઉપરોક્ત સંપૂર્ણ વીડિયોને અમે ધ્યાનથી જોતાં અમને ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું હોય એવું જાણવા મળ્યું ન હતું.

આ જ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે હીં જોઈ શકો છો. BJP | Republic World

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અને સંદેશ ન્યૂઝ ચેનલના બ્રેકિંગના ફોટોની સરખામણી કરતાં અમને એ માલૂમ પડ્યું કે, વાયરલ ફોટો અને ઓરિજનલ ફોટોના ફોન્ટમાં ફરક છે એટલે કે ફોટોમાં એડિટીંગ કરવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સંદેશ ન્યૂઝ ચેનલમાં કિર્તનભાઈ પટેલ સાથે વાત કરતાં તેઓએ અમને આ ફોટો એડિટેડ હોવાનું જણાવ્યું હતું. અમે આ પહેલાં પણ આવા જ એક વાયરલ ફોટોનું ફેક્ટ ચેક કર્યું હતું જે તમે અહીં જોઈ શકો છો.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો સંદેશ ન્યૂઝ ચેનલનો ફોટો એડિટેડ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો સંદેશ ન્યૂઝ ચેનલના બ્રેકિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ફોટો એડિટેડ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મગર સાથે લડ્યા હોવાના સંદેશ ન્યૂઝ ચેનલના વાયરલ ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Altered