શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પાકિસ્તાનની ક્રિકેટ ટીમની નવી જર્સીનો છે…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જર્સીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો પાકિસ્તાનની ક્રિકેટ ટીમની નવી જર્સીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જર્સીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં ક્યાંય કટોરો જોવા મળતો નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
मनोज हिंदुस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, World Cup ક્રિકેટ મેચ કે લીયે પાકિસ્તાનને લોન્ચ કી નઇ ટીશર્ટ... કટોરા ના નિશાન સાથે... ભિખમંગે.... આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો પાકિસ્તાનની ક્રિકેટ ટીમની નવી જર્સીનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર livehindustan.com દ્વારા 28 ઓગસ્ટ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ જર્સીના ફોટોને તમે જોઈ શકો છો પરંતુ તેમાં ક્યાંય પણ કટોરનો ફોટો નજરે પડતો નથી.
આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. lalluram.com | abplive.com
પાકિસ્તાન ક્રિકેટ ટીમની આજ નવી જર્સી સાથેની ટ્વિટ પાકિસ્તાન ક્રિકેટના સત્તાવાર ટ્વિટર પર 28 ઓગસ્ટ, 2023 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં પણ તમે જોઈ શકો છો.
અન્ય કેટલાક સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ પાકિસ્તાન ક્રિકેટ ટીમની નવી જર્સીના ફોટો મૂકવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Tweet 1 | Tweet 2
નીચે તમે પોસ્ટમાં મૂકવવામાં આવેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જર્સીના એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જર્સીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં ક્યાંય કટોરો જોવા મળતો નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પાકિસ્તાનની ક્રિકેટ ટીમની નવી જર્સીનો છે...? જાણો શું છે સત્ય....
Written By: Vikas VyasResult: Altered