રાહુલ ગાંધીના પુસ્તક વિમોચનના વિડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં હાજરી આપી રહી છે અને આ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યારે પત્રકારો દ્વારા રાહુલ ગાંધીને પુસ્તકનો પાછળનો ભાગ બતાવવાનું કહ્યુ ત્યારે રાહુલ ગાંધીએ તેમની પીઠ બતાવી હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો એડિટ થયેલો છે. રાહુલ ગાંધી ભાજપા પર આક્ષેપ કરતા પીઠ બતાવી રહ્યા છે. પત્રકારોએ તેમને પુસ્તકનો પાછળનો ભાગ બતાવવાનું કહેતા તેમણે પીઠ બતાવી હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જ્યારે પત્રકારો દ્વારા રાહુલ ગાંધીને પુસ્તકનો પાછળનો ભાગ બતાવવાનું કહ્યુ ત્યારે રાહુલ ગાંધીએ તેમની પીઠ બતાવી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 19 જાન્યુઆરી 2021ના રોજ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પ્રાપ્ત થઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ નવા કૃષિ કાયદાઓ પર લખેલી ‘ખેતી કા ખૂન’ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. અમને આ વિડિયોના 2:07 સેકન્ડ પર આ વિઝ્યુઅલ જોઈ શકાય છે.

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને આ પુસ્તિકા દેખાડતી વખતે રાહુલ ગાંધી કહે છે કે “इदर भी ढीकाथे, उधर भी ढीकाथे. बीजेपी होती तो बस छुपाते इस तरह” (અમે દરેકને અમારી પુસ્તિકા બતાવી રહ્યા છીએ. જો તે ભાજપ હોત તો તેમના નેતાઓએ આ રીતે છુપાઈને પ્રદર્શન કર્યું હોત.) જે ઓડિયોમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓએ આ પુસ્તિકા છુપાવીને બતાવી હોત, જે વિઝ્યુલને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

તેમજ રાહુલ ગાંધીના પુસ્તક વિમોચન કાર્યક્રમનું કવરેજ તમામ મિડિયા હાઉસ દ્વારા પણ કરવામાં આવ્યુ હતુ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો એડિટ થયેલો છે. રાહુલ ગાંધી ભાજપા પર આક્ષેપ કરતા પીઠ બતાવી રહ્યા છે. પત્રકારોએ તેમને પુસ્તકનો પાછળનો ભાગ બતાવવાનું કહેતા તેમણે પીઠ બતાવી હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:રાહુલ ગાંધીના પુસ્તક વિમોચનના વિડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…

Fact Check By: Yogesh Karia 

Result: Misleading