લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો કાલ્પનિક વીડિયો સાંપ્રદાયિક દાવા સાથે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર હોટલમાં આવેલા યુવક-યુવતીના સીસીટીવી ફૂટેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક દ્વારા નશીલો પદાર્થ પીવડાવીને તેની ઈજ્જત લૂટવાની કોશિશ કરવામાં આવી પરંતુ હોટલ સ્ટાફની જાગરુકતાને લીધે યુવતી બચી ગઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને ખોટી રીતે સાંપ્રદાયિક રંગ આપવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jagdish Mange નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જુવો આ પર નાત વ્યક્તિની કરતૂતો નશાની દવા હિન્દૂ છોકરીને પીવડાવીને મનની ઇચ્છાઓ પૂરી કરવાની હતી પણ હોટલ મેનેજમેન્ટના સાવધાનીના લીધે છોકરી બચી ગઈ.... કોઈકના ઘરની ઈજ્જત લુટતા બચી ગઈ. ..... પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક દ્વારા નશીલો પદાર્થ પીવડાવીને તેની ઈજ્જત લૂટવાની કોશિશ કરવામાં આવી પરંતુ હોટલ સ્ટાફની જાગરુકતાને લીધે યુવતી બચી ગઈ તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Hamsa Nandini નામના એક સત્તાવાર ફેસબુક એકાઉન્ટ દ્વારા 18 ઓક્ટોમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો એક કાલ્પનિક પટકથા પર આધારિત છે. આ વીડિયો ફક્ત લોકજાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે.
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, હામસા નંદિની એક જાણીતી આર્ટિસ્ટ એટલે કે કલાકાર છે. વધુમાં આ વીડિયોના અંતમાં એવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો જોઈએ નહીં. જેમાં નીચે એવું લખવામાં આવ્યું છે કે, “વીડિયો જોવા બદલ આપનો આભાર. આ પેજ પર મૂકવામાં આવેલા વીડિયો કાલ્પનિક છે. આ શોર્ટફિલ્મનો એકમાત્ર ઉદ્દેશ લોકજાગૃતિનો છે.”
આ પેજ પર અન્ય ઘણા બધા સામાજીક જાગરુકતા દર્શાવતા વીડિયો ઉપલબ્ધ છે. જે તમે અહીં જોઈ શકો છો. Videos
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ઈમેલ દ્વારા નંદિનીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયોને હિન્દુ-મુસ્લિમ સાથે કોઈ જ સંબંધ નથી. આ કોઈ વાસ્તવિક ઘટના નથી. અમે વીડિયો સાથે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, આ વીડિયો ફક્તને ફક્ત શૈક્ષણિક હેતુથી લોકોમાં જાગૃતતા લાવવા માટે જ બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલી છોકરી હું નથી. આ વીડિયોને સાંપ્રદાયિકતા સાથે કોઈ સંબંધ નથી.”
અમારી વધુ તપાસમાં અમને હામસા નંદિનીનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પણ પ્રાપ્ત થયું હતું જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને ખોટી રીતે સાંપ્રદાયિક રંગ આપવામાં આવ્યો છે.
Title:લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો કાલ્પનિક વીડિયો સાંપ્રદાયિક દાવા સાથે વાયરલ...
Fact Check By: Vikas VyasResult: False