શું વિશ્વનું સૌથી ઉચ્ચુ શિવલિંગ કન્યાકુમારી જિલ્લામાં આવેલું છે..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Alka Bhatt નામના ફેસબુક યુઝર Amdavadi nagari દ્વારા તારીખ 9 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વિશ્વ નું સૌથી ઊંચું શિવલિંગ, ૧૧૧ ફૂટ, નગરકોઈલ, જિલ્લો: કન્યાકુમારી માં થોડા સમય પહેલા ખુલ્લું મુકવામાં આવ્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 30 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિશ્વનું સૌથી મોટું શિવલિંગ કન્યાકુમારી જિલ્લાના નગરકોઈલમાં આવેલું છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ગૂગલ પર “world tallest shiva lingam” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયન એક્સપ્રેસનો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો.જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ શિવલિંગ તિરૂવનંતપુરમ જિલ્લાના ચેનકલમાં આવેલા શ્રી શિવ પાર્વતી મંદિર પાસે આવેલુ છે. જે તમે નીચે વાંચી શકો છો.

INDIAN EXPRESS | ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કિવર્ડ સાથે સર્ચ કરતા અમને Polimer News નો 10 નવેમ્બર 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, વિશ્વનું સૌથી ઉચું શિવલિંગ જાહેર જનતા માટે પૂજા કરવા ખુલ્લુ મુક્વા આવ્યુ હતું.

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, દુનિયાનું સૌથી ઉચ્ચુ શિવલિંગ કન્યાકુમારીના નગરકોઈલમાં નહિં પરંતુ તિરૂવનંતપુરમ જિલ્લાના ચેનકલમાં આવેલુ છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, દુનિયાનું સૌથી ઉચ્ચુ શિવલિંગ કન્યાકુમારીના નગરકોઈલમાં નહિં પરંતુ તિરૂવનંતપુરમ જિલ્લાના ચેનકલમાં આવેલુ છે. 

Avatar

Title:શું વિશ્વનું સૌથી ઉચ્ચુ શિવલિંગ કન્યાકુમારી જિલ્લામાં આવેલું છે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •