શું ખરેખર ઈટાલીના વડાપ્રધાન દ્વારા કોરોના સામે હાર સ્વિકારી લીધી છે..? જાણો શું છે સત્ય..

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ભગત ભુતનીનો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણા રઘાએ એરપોર્ટો ખુલા મુકીને આવનાર લોકોને આઈસોલેટ કરવાની જગ્યાએ ઘેર જવા દીધાં એ દેશ માટે કેવડી મોટી આફત ને આમંત્રણ આપ્યું છે એ આવનાર સમય બતાવશે…….|| આ બૈલ મુજે માર ||” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 64 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈટાલીના પ્રાઈમ મિનિસ્ટર દ્વારા એલાન કરવામાં આવ્યુ હતુ કે, કોરોના વાયરસ સામે ઈટાલીએ હાર સ્વિકારી લીધી છે.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ દેશના વડાપ્રધાન દ્વારા સ્વિકારવામાં આવ્યુ હતુ તો તમામ ઈન્ટરનેશનલ મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય. તેથી અમે ગૂગલ પર “Did Prime Minister Of Italy Announce The Country’s Surrender To Coronavirus?” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને MEDIUM.COM નામની વેબસાઈટનો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઈટાલીના વડાપ્રધાન દ્વારા કોઈ એવી જાહેરાત નથી કરવામાં આવી કે તેઓ કોરોના સામે હારી ગયા છે. ઈટલી હાલ પણ કોરોના સામે લડી રહ્યુ છે. તેમજ ઈટાલીના પ્રધાનમંત્રી કોન્ટે દ્વારા આંતરરાષ્ટ્રીય મિડિયાને સંબોધન કરતા કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.”

MEDIUM.COM| ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને આગળ વધારતા અમે ઈટલીના પ્રધાનમંત્રી જ્યુસેપ્પ કોન્ટેના ઓફિશિયલ ફેસબુક પેજની મુલાકાત લીધી હતી. તેમાં 22 માર્ચના તેઓ વિડિયો સંદેશથી માહિતી આપતા જણાવ્યુ હતુ કે, “જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ન કરતી તમામ ફેક્ટરીઓ બંધ રહેશે, સુપરમાર્કેટ, ફાર્મસીઓ, જાહેર પરિવહન, બેંકો અને પોસ્ટ ઓફિસો ખુલ્લી રહેશે અને ખાદ્ય વિતરણ અને આવશ્યક જાહેર સેવાઓ સાથે સંબંઘિત તમામ નોકરીઓ અને પ્રવૃતીઓ ચાલુ રહેશે. અગાઉના લોકડાઉન કરતા હાલના પ્રારંભિક લોકડાઉનને વધૂ મજબૂત બનાવવામાં આવશે.” ઉપરોક્ત નિવેદનમાં ક્યાંય પણ તેઓએ લોકડાઉન સામે હાર સ્વિકારી હોવાનું જણાવ્યુ ન હતુ. જે નિવેદન તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમત રિપબ્લીકવર્લ્ડ.કોમ દ્વારા પણ આ પોસ્ટને ખોટી સાબિત કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું કોઈ નિવેદન ઈટાલીના વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યુ નથી. તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં દેખાતી વ્યક્તિ પણ ઈટલીના વડાપ્રધાન નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર ઈટાલીના વડાપ્રધાન દ્વારા કોરોના સામે હાર સ્વિકારી લીધી છે..? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia 

Result: False