
તાજેતરમાં સોશિયલ મીડિયા પર માતા અને બાળકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મધ્યપ્રદેશના જબલપુરમાં બનેલી બોટ દુર્ઘટનામાં મોતને ભેટેલા માતાઅને બાળકનો આ ફોટો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો માતા અને બાળકનો આ ફોટો વાસ્તવિક નહીં પરંતુ AI ની મદદથી બનાવવામાં આવેલો ફોટો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં અમને કેટલીક ખામીઓ જોવા મળી હતી. જેવી કે, માતાની ભમર, માતા અને પુત્રની ત્વચાની રચના તેમજ માતાની બંગડી વાસ્તવિક હોય એવું લાગતું ન હતું.

AI-ડિટેક્ટર ટૂલ્સ સૂચવે છે કે, AI નો ઉપયોગ કરીને આવો ફોટો જનરેટ કરી શકાય છે.


વધુ તપાસમાં અમને જબલપુર કલેક્ટરના સત્તાવાર X હેન્ડલ પર એક ટ્વિટ મળ્યું જેમાં આ દાવાનું ખંડન કર્યું હતું. ટ્વિટમાં લખ્યું હતું કે, “જબલપુર – આ ફોટો AI દ્વારા જનરેટ થયેલ છે અથવા કોઈ અન્ય સ્ત્રોતમાંથી છે. તેનો બરગી ક્રુઝ અકસ્માત સાથે કોઈ સંબંધ નથી.”

આ ઘટનાનો ઓરિજીનલ ફોટો તમે અહીં અને અહીં જોઈ શકો છો.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, માતા-પુત્રનો વાયરલ ફોટો વાસ્તવિક નહીં પરંતુ AI જનરેટેડ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો માતા અને બાળકનો આ ફોટો વાસ્તવિક નહીં પરંતુ AI ની મદદથી બનાવવામાં આવેલો ફોટો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


