
થોડા સમય પહેલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુરી થઈ હતી અને તેના પરિણામોમાં ભાજપને બહુમતી મળી હતી. ત્યારે આ ચૂંટણીમાં ખુબ જ ચર્ચામાં રહેલા આપ માંથી ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાને લઈ એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજુ કરપડાની સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુડી-2 બેઠક પરથી હાર થઈ હતી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને વીટીવી ન્યુઝનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હત કે, “સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યાં મૂળી-૨ જિલ્લા પંચાયત બેઠક પર નોંધપાત્ર રાજકીય પલટો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)માંથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયેલા રાજુ કરપડાની 2533 મત સાથે ભવ્ય જીત થવા પામી હતી.”

તેમજ વધુ સર્ચ કરતા અમને Zee24 કલાકનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુડી-2 બેઠક પરથઈ રાજુ કરપડાની જીત થઈ હતી.”
તેમજ મુડી-2 બેઠક પર વિજય બાદ રાજુ કરપડાએ મીડિયા સાથે વાત કરી હતી. જે અહેવાલ બીબીસી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. રાજુ કરપડાની સુરેન્દ્ગનગર જિલ્લા પંચાયતની મુડી-2 બેઠક પરથી 2533 મતથી વિજય થયો હતો. તેમની હાર નથી થઈ.


