શું ખરેખર આસામના મુખ્યમંત્રીને કેબના વિરોધના કારણે પાછળના દરવાજે થી ભાગવું પડ્યું હતું..? જાણો શું છે સત્ય...
Rajesh Bharwad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अपने ही घर के पिछवाड़े से भागते इस व्यक्ति को पहचानते हैं..? BJP का नेता है ये हिंट : एक राज्य के मुख्यमंत्री हैं। असम, मिज़ोरम, त्रिपुरा और नागालैंड मे जनता संघ-भाजपा नेताओं को ढूँढ-ढूँढकर कुत्तों की तरह ठोक रही है!!!!!!..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 143 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 30 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આસામના મુખ્યમંત્રીને પોતાના જ ઘરના પાછળના દરવાજેથી ભાગવુ પડયુ હતું”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવમાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહીને આગળ વધારી હતી અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં “PRAG NEWS” ચેનલનું નામ લખવામાં આવ્યુ હતુ.
‘PRAG NEWS’ નામની ચેનલ અમને યુટ્યુબમાં મળી હતી. જેમાં અમને પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવ્યો છે. તેનો ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. 1 મે 2019ના રોજ આ ચેનલ દ્વારા યુટ્યુબમાં આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આ વિડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, ગુવાહટીમાં મે મહિનામાં પીવાના પાણીના પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી ત્યારનો આ વિડિયો છે. 1.36 સેકેન્ડના આ વિડિયોમાં 0.29 સેકેન્ડ પર મુખ્યમંત્રીને નીચે ઉતરતા જોઈ શકાય છે. તે જ ફોટો હાલમાં ખોટા ઉદેશ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, કેબ બિલના વિરોધના પગલે આસામના મુખ્યમંત્રી તેમના ઘરના પાછળના દરવાજેથી ભાગી રહ્યા હોવાની વાત ખોટી છે. આ ઘટના આજ થી 7 મહિના પહેલાની છે. જ્યારે મુખ્યમંત્રી ગુવાહટીમાં પીવાના પાણીના પ્રોજેક્ટની મુલાકાત લેવા ગયા હતા. હાલમાં ખોટા ઉદેશ સાથે આ ફોટોને વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, કેબ બિલના વિરોધના પગલે આસામના મુખ્યમંત્રી તેમના ઘરના પાછળના દરવાજેથી ભાગી રહ્યા હોવાની વાત ખોટી છે. આ ઘટના આજ થી 7 મહિના પહેલાની છે. જ્યારે મુખ્યમંત્રી ગુવાહટીમાં પીવાના પાણીના પ્રોજેક્ટની મુલાકાત લેવા ગયા હતા. હાલમાં ખોટા ઉદેશ સાથે આ ફોટોને વાયરલ કરવામાં આવી રહી છે.
Title:શું ખરેખર આસામના મુખ્યમંત્રીને કેબના વિરોધના કારણે પાછળના દરવાજે થી ભાગવું પડ્યું હતું..? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False