Brake The Fake: રસ્તા પર ભેળ વહેચી રહેલા વિદેશી વ્યક્તિના વીડિયોનું શું છે સત્ય….

Missing Context આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. આ વીડિયો ત્રણ વર્ષ પહેલાનો લંડનનો છે. ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર આ વ્યક્તિ ભેળ વહેચી રહ્યો હતો.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વિદેશી વ્યક્તિ ભેળ બનાવીને રસ્કતામાં વહેંચી રહ્યો છે અને ભારતીયો તેની પાસેથી ભેળ લઈ પણ રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિદેશમાં ભેળ વહેચી રહેલા આ વ્યક્તિનો વીડિયો અમેરિકાનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

gujarat_career_club નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિદેશમાં ભેળ વહેચી રહેલા આ વ્યક્તિનો વીડિયો અમેરિકાનો છે.”

Instagram | In post Archive | In video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર યકરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 11 જૂન 2019નું એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, ‘ગઈકાલે ઓવલ ગ્રાઉન્ડ બહાર આ વિદેશી નાગરિક દ્વારા ભેળ વહેંચવામાં આવી રહી હતી.’ આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને અન્ય એંગલથી બીજો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ જ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

TV9 ગુજરાતી દ્વારા પણ આ અંગે વિશેષ માહિતી આપતો અહેવાલ આપ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ એનડીટીવી, સીએનટ્રાવેલર, ઈન્ડિયાટાઈમ્સ, સહિતના મીડિયા હાઉસ દ્વારા આ જ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો. 

NDTV | ARCHIVE 

તેમજ ટ્રાવેલ્સ ઈન ઈન્ડિયા, લંડન એન્ડ ધ યુકે નામની યુટ્યુબ ચેનલ પર આ વ્યક્તિની કાર અને વિષેશ માહિતી આપતો સંપૂર્ણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ આ વ્યક્તિનો 10 વર્ષ પહેલાનો લંડનનો વીડિયો પણ ઉપલબ્ધ છે. જે તમે  જોઈ શકો છો. 

તેમજ ઇન્ડિયા ટુડે દ્વારા પણ આ વ્યક્તિ અંગે વિશેષ માહિતી આપતો સંપૂર્ણ અહેવાલ વર્ષ 2016માં પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો ત્રણ વર્ષ પહેલાનો લંડનનો છે. ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર આ વ્યક્તિ ભેળ વહેચી રહ્યો હતો. અમેરિકામાં ભેળ વહેંચતો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Brake The Fake: રસ્તા પર ભેળ વહેચી રહેલા વિદેશી વ્યક્તિના વીડિયોનું શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context