જાણો તાજેતરમાં ઉજ્જવલા યોજનામાં સરકારે સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડતાં ભાજપની મહિલા નેતા સ્મૃતિ ઈરાનીએ મોદી સરકારનો વિરોધ કર્યો હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉજ્જવલા યોજનામાં સરકારે સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડતાં ભાજપની મહિલા નેતા સ્મૃતિ ઈરાનીએ મોદી સરકારનો વિરોધ કર્યો તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2012નો છે. એ સમયે કેન્દ્રમાં ભાજપની નહીં પરંતુ કોંગ્રેસની સરકાર હતી અને સ્મૃતિ ઈરાનીએ એ સમયે આ રીતે વિરોધ કર્યો હતો અને નિવેદન આપ્યું હતું. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને આ જ વાયરલ વીડિયો ભાજપના સત્તાવાર યુટ્યુબ પર 8 ઓક્ટોબર, 2012ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં સ્મૃતિ ઈરાની તત્કાલિન કોંગ્રેસ સરકાર પર મોંઘવારી અને સિલિન્ડરના ભાવવધારા પર નિવેદન આપી રહ્યા છે. જેમાં તમે વાયરલ નિવેદન પણ જોઈ શકો છો.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ભાજપની મહિલા નેતાના નિવેદનનો આ વાયરલ વીડિયો વર્ષ 2012નો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2012નો છે. એ સમયે કેન્દ્રમાં ભાજપની નહીં પરંતુ કોંગ્રેસની સરકાર હતી અને સ્મૃતિ ઈરાનીએ એ સમયે આ રીતે વિરોધ કર્યો હતો અને નિવેદન આપ્યું હતું. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં ઉજ્જવલા યોજનામાં સરકારે સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડતાં ભાજપની મહિલા નેતા સ્મૃતિ ઈરાનીએ મોદી સરકારનો વિરોધ કર્યો હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *