Kailash Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Nehru , Indira Yunas khan (Indira’s father in law) Firoz Khan (Indira’s husband) A Very rare picture, save n share with the Indian’s around the World please.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 9 વ્યક્તિ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુનુસ ખાન ઈન્દિરાના સસરા છે.ફોટોમાં તે દેખાય રહ્યા છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટાને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘સ્વરાજ્ય મેગેઝિન’ની વેબસાઇટ પર 22 મે, 2016 ના રોજ પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે રશિયન કલાને પ્રોત્સાહિત કરવામાં ભારતના પ્રભાવ વિશેનો હતો. આ લેખમાં, અમને પોસ્ટમાંથી એક સચોટ ચિત્ર પ્રાપ્ત થયુ હતુ., જેમાં ફોટોમાં દેખાતા ચાર લોકોના નામ વિગતવાર હતા. આ લેખ મુજબ, તસવીરમાં પંડિત જવાહરલાલ નેહરૂ, ઇન્દિરા ગાંધી, નિકોલસ રોએરીચ અને મોહમ્મદ યુનુસ છે.
આ સિવાય Svetoslav Roerich પુસ્તકમાં કલાકાર નિકોલસ રોએરીચ સાથે બીજી એક ફોટો લેવામાં આવી હતી, જેમાં ચોથા વ્યક્તિનું નામ મોહમ્મદ યુનુસ છે.
મોહમ્મદ યુનુસ કોણ હતા?
ગુગલમાં આ નામ શોધવા પર, તેમના વિશેની માહિતી વિકિપિડિયામાં મળી, જે મુજબ મોહમ્મદ યુનુસ ખાન ભારતીય વિદેશી સેવાના સભ્ય હતા. તેઓ તુર્કી, ઇન્ડોનેશિયા, ઇરાક અને સ્પેનમાં ભારતીય રાજદૂત રહી ચૂક્યા હતા. તેમનો જન્મ 26 જૂન 1916 ના રોજ થયો હતો અને 17 જૂન 2001 ના રોજ અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી, ટ્રિબ્યુન ઇન્ડિયાએ 17 જૂન 2001 ના રોજ તેમના નિધન અંગે એક સમાચાર પ્રકાશિત કર્યા. આ સમાચારમાં લખ્યું છે કે, મોહમ્મદ યુનુસ ભારતના રાજદ્વારી હતા અને કોલેજમાં હતા ત્યારે પંડિત જવાહરલાલ નહેરુને મળ્યા હતા.
ટ્રિબ્યુન ઈન્ડિયા આર્કાઈવ | ધ હિંદુ
ફિરોઝ ગાંધી કે ફિરોઝ ખાન?
ફિરોઝ ગાંધી વિશે ઘણીવાર કહેવામાં આવે છે કે તેમનું અસલી નામ ફિરોઝ ખાન હતું. અમે શોધ કરતા અમને ખબર પડી કે ફિરોઝ ગાંધીનો જન્મ 12 સપ્ટેમ્બર 1912 ના રોજ મુંબઇની તેહમુલ્જી નરીમા હોસ્પિટલમાં થયો હતો. ફિરોઝ પારસી સમુદાયના હતા. તેમનું પૂરૂ નામ ફિરોઝ જેહાંગિર ઘાંડી હતું, તેમણે ગાંધીજીની સ્વતંત્રતા ચળવળમાં જોડાયા બાદ ઘાંડી માંથી ગાંધી કરી લીધું.
સંજય ગાંધીના અવસાન પછી, મેનકા ગાંધીએ ઈન્દિરા ગાંધીને તેમની સંપત્તિના ભાગલાને કારણે સંજય ગાંધીની સંપત્તિનો હિસ્સો આપવાનો ઇનકાર કરી દીધો હતો. કારણ કે ઈન્દિરા ગાંધીએ ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા હતા, જે લઘુમતી પારસી સમુદાયના હતા. ન્યુ યોર્ક ટાઇમ્સે 2 મે 1984 ના રોજ આ વિશેના સમાચાર પ્રકાશિત કર્યા હતા.
આ માહિતી પરથી સ્પષ્ટ થાય છે:
- તસવીરમાં ચોથા જે વ્યક્તિ દેખાય છે તે મોહમ્મદ યુનુસ ખાન છે, જે ભારતીય રાજદ્વારી હતા.
- ફિરોઝ ગાંધી પારસી હતા, મુસ્લિમ ન હતા અને તેમનું હુલામણું નામ ‘ઘાંડી’ હતું આઝાદીના આંદોલન પહેલા.
- ફિરોઝ ગાંધીના પિતાનું નામ જહાંગીર ફરીદૂન ઘાંડી હતું.
- મોહમ્મદ યુનુસ ખાન (જન્મ – 1916) ફિરોઝ ગાંધી (જન્મ – 1912) કરતા 4 વર્ષ નાના હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત સંશોધનથી સ્પષ્ટ થાય છે કે ફોટોમાં દેખાતી વ્યક્તિ મોહમ્મદ યુનુસ ખાન છે, પરંતુ તેમનો ફિરોઝ ગાંધી સાથે કોઈ પારિવારિક સંબંધ નથી. ઉપરોક્ત પોસ્ટમાં શેર કરેલા ફોટા સાથે કરેલો દાવો ખોટો છે.

Title:શું ખરેખર ફોટોમાં દેખાતા વ્યક્તિ યુનિસ ખાન ઇન્દિરા ગાંધીના સસરા છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
