શું ખરેખર મુંબઈના થાણે વિસ્તારમાં મેટ્રો પોલ પડતા સર્જાયેલી દુર્ધટનાનો આ વિડિયો છે....? જાણો શું છે સત્ય....
હાલ સોશિયલ મિડિયામાં એક દુર્ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણી કાર પુલ નીટે દટાયેલી જોઈ શકાય છે. તેમજ ઘણા લોકો આ દુર્ધટના બાદ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દુર્ધટના થાણેના બાલકુમ વિસ્તારમાં મુંબઈ મેટ્રોનો પિલર તુટી પડ્યો તેની છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો થાણેનો નહિં પરંતુ વારાણસીના વર્ષ 2018માં સર્જાયેલી દુર્ધટના દરમિયાનનો છે. હાલનો થાણેનો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
N.N. News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ દુર્ધટના થાણેના બાલકુમ વિસ્તારમાં મુંબઈ મેટ્રોનો પિલર તુટી પડ્યો તેની છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને VOA ન્યુઝ દ્વારા પ્રસારિત તારીખ 16 મે 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ફ્લાયઓવરનો ભાગ તૂટી પડતાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને વધુ લોકો કાટમાળમાં ફસાયા હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. એક વરિષ્ઠ પોલીસ અધિકારી, અમિત કુમારે જણાવ્યું કે, 20-મીટરની બીમ, જે ફ્લાયઓવરને લગાવવામાં આવી હતી, તે ધરાશાયી થઈ હતી, જેને વાહનો અને રાહદારીઓને કચડી નાખ્યા હતી. બીમ ઉપાડવા માટે સાત ક્રેન મોકલવામાં આવી હતી.”
તેમજ ABP NEWS દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ઈકોનોમિક્સ ટાઈમ્સ દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ 16 મે 2018ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો થાણેનો નહિં પરંતુ વારાણસીના વર્ષ 2018માં સર્જાયેલી દુર્ધટના દરમિયાનનો છે. હાલનો થાણેનો હોવાની વાત તદ્દન ખોટી છે.
Title:શું ખરેખર મુંબઈના થાણે વિસ્તારમાં મેટ્રો પોલ પડતા સર્જાયેલી દુર્ધટનાનો આ વિડિયો છે....?
Fact Check By: Yogesh KariaResult: False