
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ફિલિપાઈન્સમાં આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2025માં બેંગકોક ખાતે આવેલા ભૂકંપનો છે. આ વીડિયોને તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને આ જ વાયરલ વીડિયો સાથેના સમાચાર રોયટર્સ દ્વારા 2 એપ્રિલ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં વાયરલ વીડિયો બેંગકોકનો હોવાની માહિતી આપવામાં આવી છે.
આ જ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Starnewsglobal | the-sun.com
આ જ વીડિયો અમને એક સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ 3 એપ્રિલ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ વીડિયો બેંગકોકનો હોવાની માહિતી આપવામાં આવી છે.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ભૂકંપનો આ વાયરલ વીડિયો તાજેતરમાં ફિલિપાઈન્સમાં આવેલા ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2025માં બેંગકોકમાં આવેલા ભૂકંપનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2025માં બેંગકોક ખાતે આવેલા ભૂકંપનો છે. આ વીડિયોને તાજેતરમાં ફિલિપાઈન્સ ખાતે આવેલા ભૂકંપ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


