શું ખરેખર મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલ ગયા હતા…? જાણો શું છે સત્ય….

Altered Sports રાષ્ટ્રીય I National

આ માહિતી તદ્દન ખોટી છે. આ ફોટો એડિટેડ છે. મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલમાં ગયા નથી.

થોડા દિવસ પહેલા ક્રિકેટર ઋષભ પંતનો મોટો અકસ્માત થયો હતો. જે બાદ તેની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. અભિનેતાઓ, ક્રિકેટરો અને લોકોએ સોશિયલ મીડિયા પર ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. અભિનેતા અનિલ કુમાર અને અનુપમ ખેર પણ તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા અને તેમની તબિયત પૂછી. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તમે રિષભ પંત અને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને જોઈ શકો છો. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા માટે ઉત્તરાખંડની હોસ્પિટલમાં ગયા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

All news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા માટે ઉત્તરાખંડની હોસ્પિટલમાં ગયા હતા.”

Facebook | Fb post Archive | Fb Article archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 8 મે, 2017 ના રોજ ગલ્ફ ન્યૂઝ વેબસાઇટ પર પ્રકાશિત સમાન ચિત્ર મળ્યું. જે તમે નીચે જોઈ શકો છો. 

ગલ્ફ ન્યુઝ | સંગ્રહ

આ અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, અભિનેતા શાહરૂખ ખાને દુબઈની અલ જલીલા ચિલ્ડ્રન્સ સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે આ તસવીર લેવામાં આવી હતી. અને ત્યાં તેઓ દાખલ થયેલા બાળકોને મળ્યા. તમે જોઈ શકો છો કે આ તસવીર અને વાયરલ તસવીર વચ્ચે ઘણી સામ્યતા છે. ફરક માત્ર એટલો છે કે અસલી તસવીરમાં શાહરૂખ ખાન દેખાય છે જ્યારે વાયરલ તસવીરમાં મહેન્દ્ર સિંહ ધોની અને રિષભ પંત દેખાય છે.

આના પરથી અમે અનુમાન લગાવીએ છીએ કે વાયરલ તસવીરને ડિજિટલી એડિટ કરવામાં આવી છે. તમે નીચેની સરખામણીમાં વાયરલ ચિત્ર અને મૂળ ચિત્ર વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

તમને જણાવી દઈએ કે રિષભ પંત હાલમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, આ ફોટો ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. મૂળ તસવીરમાં રિષભ પંત કે મહેન્દ્ર સિંહ ધોની નથી. આ તસવીર બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની છે, જ્યારે તે દુબઈની હોસ્પિટલમાં બાળકોને મળવા ગયો હતો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલ ગયા હતા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Altered