ફિલિપાઇન્સમાં 7.8 ની તીવ્રતાના ભૂકંપ પછી સુનામીના મોજા કેમેરામાં કેદ થયા…? જાણો શું છે સત્ય..

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

8 જૂન 2026ના રોજ ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, જેમાં 35 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પૃષ્ઠભૂમિમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાના ભૂકંપ પછી કેમેરામાં કેદ થયેલા સુનામી મોજાના ફૂટેજ છે.

INSTAGRAM 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને અને રિવર્સ ઈમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી. આનાથી અમને 3 જૂન, 2026ના રોજ એક ફેસબુક પોસ્ટ મળી, જેમાં વાયરલ વીડિયો હતો.

પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, “જાપાનના મિયાઝાકી પ્રીફેક્ચરમાં ટાયફૂન નંબર 6 (જંગમી)ની અસરથી ખતરનાક મોજા ઉછળ્યા છે.”

અમને 3 જૂન, 2026ના રોજ ટાઇમ્સ નાઉના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક રિપોર્ટ મળ્યો, જેમાં વાયરલ વીડિયો હતો. કેપ્શનમાં લખ્યું હતું, “ટાયફૂન જંગમી ભલે દૂર ખસી ગયું હોય, પરંતુ તેની અસર જાપાનના દક્ષિણ દરિયાકાંઠે હજુ પણ અનુભવાઈ રહી છે, જ્યાં શક્તિશાળી મોજા હજુ પણ મિયાઝાકી પ્રીફેક્ચરના નિચિનાન શહેરને ટક્કર આપી રહ્યા છે.

વાવાઝોડાના ગયા પછી પણ, દરિયામાં તોફાની મોજા અને ભારે મોજા ચાલુ રહ્યા છે, જેના કારણે દરિયાકાંઠાની સ્થિતિ જોખમી બની છે અને સિસ્ટમના સ્થિર બળ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ચક્રવાત પસાર થયા પછી પણ સમુદ્ર અસ્થિરતાના સંકેતો બતાવી રહ્યો છે.

સમુદ્રની સ્થિતિ અણધારી રહેતી હોવાથી અધિકારીઓ સાવચેત રહે છે.”

અન્ય અહેવાલો અહીં અને અહીં જોઈ શકાય છે.

આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો 3 જૂન, 2026ના રોજ જાપાનમાં આવેલા ટાયફૂન જાંગમી વાવાઝોડાનો છે.

પરિણામ

આમ, અમારી તપાસ ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો 8 જૂન, 2026ના રોજ ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપ બાદનો નથી, પરંતુ આ વીડિયો જાપાનમાં આવેલા ટાયફૂન જાંગમી વાવાઝોડાનો છે.

Result Stamp

Title: ફિલિપાઇન્સમાં 7.8 ની તીવ્રતાના ભૂકંપ પછી સુનામીના મોજા કેમેરામાં કેદ થયા…? જાણો શું છે સત્ય..

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *