આ વીડિયોને હાલની ઉત્તરાયણ સાથે કોઈ લેવા-દેવા નથી, આ ઘટના બે વર્ષ પહેલા બનવા પામી હતી. હાલની ઘટના હોવાની વાત તદ્દન ખોટી છે.

દેશભરમાં એમા પણ ખાસ ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળકીને ખૂબ જ મોટા પંતગ સાથે હવામાં ઉડતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ત્રણ વર્ષની બાળકી હવામાં પંતગ સાથે ઉડી રહી છે તે ઘટના હાલની છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rajkot Mirror News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ત્રણ વર્ષની બાળકી હવામાં પંતગ સાથે ઉડી રહી છે તે ઘટના હાલની છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અમને આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વર્ષ 2020માં અપલોડ કરવામાં આવ્યો હતો. જે વીડિયોમાં માહિતી આપવામાં આવી હતી કે, “તાઈવાનમાં બાળકી વિશાળકાય પતંગ સાથે હવામાં ઉડી હતી.

તેમજ વધુ સર્ચ કરતા અમને CNN દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “તાઈવાનના સમુદ્રીય શહેર નાનલિયોમાં એક ગ્રુપ ઓરેન્જ રંગનો વિશાળ પતંગ ઉડાવી રહ્યો હતો, આ દરમિયાન ત્રણ વર્ષની બાળકી પતંગમાં અટકી હતી, અને તે પતંગની સાથે હવામાં ઉડી જાય છે. જ્યારે ત્યાં હાજર લોકોએ પતંગની પૂંછડીમાં અટવાયેલી બાળકીને હવામાં ઉડતી જોઇ ત્યારે બધા ડરી ગયા હતા. આ છોકરીનું વજન માત્ર 28 પાઉન્ડ હતું, જે પતંગમાં અટવાઇ ગઈ હતી, અને હવામાં 100 ફૂટ સુધી ઊંચે હવામાં ઉડી હતી. 30 સેકંડ હવામાં રહ્યા બાદ લોકોએ પતંગ નીચે ઉતારી બાળકીને પણ નીચે ખેંચી લીધી હતી.”

CNN | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2020નો તાઇવાનનો છે. જે છેલ્લા બે વર્ષ થી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બે વર્ષ પહેલાની ઉત્તરાયણની ઘટનાને હાલની ગણાવી શેર કરવામાં આવી રહી... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False