
પંજાબમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ સીટો મળી છે. જેના કારણે ભગવંત સિંહ માન પંજાબના આગામી મુખ્યમંત્રીના દાવેદાર છે. આ પૃષ્ઠભૂમિ પર તેનો એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે તેમને નશાની હાલતમાં સ્તબ્ધ થતા જોઈ શકાઈ છે. આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભાની ચૂંટણી જત્યા બાદ હાલનો આ વિડિયો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દાવો આંશિક રીતે ખોટો છે. આ વિડિયો જુનો છેસ હાલનો નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Haresh Savaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભાની ચૂંટણી જત્યા બાદ હાલનો આ વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
આ વિડિયો તપાસવા માટે, અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું અને અમને 9 માર્ચ 2017ના રોજ ઇન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત એક લેખ મળ્યો. વાયરલ થઈ રહેલા વિડિયોમાં દેખાતી તસવીર તેમાં પોસ્ટ કરવામાં આવી હતી. તમે નીચેના ચિત્રમાં જોઈ શકો છો.

તેની સાથે આપેલી માહિતીમાં લખ્યું છે કે ચૂંટણી માટે સતત પ્રચાર કરી રહેલા ભગવંત માન થાકી ગયા હતા અને તેથી ફૂટપાથ પરથી નીચે ઉતરતી વખતે તેઓ ઠોકર મારી કારમાં બેસી ગયા હતા.
આ લેખમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે તે દારૂના નશામાં હતો. પરંતુ વર્ષ 2017થી આ વીડિયો સોશિયલ પ્લેટફોર્મ પર એવા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે કે ભગવંત માન દારૂ પીધો હતો.
તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી હતી અને આ વીડિયો તે સમયનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દાવો આંશિક રીતે ખોટો છે. આ વિડિયો જુનો છેસ હાલનો નથી.

Title:શું ખરેખર પંજાબમાં ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન દારૂના નશામાં જોવા મળ્યા હતા..? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Partly False
