ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના વર્ષ 2017ના નિવેદનને હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ..

રાજકીય I Political રાષ્ટ્રીય I National

Satish Jani Adv Hindu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.#સેલ્યુટ_ગુજરાત_સરકાર અગાઉ કરેલ સજા નું નોટિફિકેશન પરિપત્ર આજ રોજ થી લાગુ ગુજરાત ગૌ હત્યા ઉપર આજીવન કેદ ની સજા ખુબ ખુબ આભાર ગુજરાત સરકાર #જય_ગૌ_માતા #જય_શ્રી_રામ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 154 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 31 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત સરકાર દ્વારા ગૌહત્યાને લઈ કાયદો ઘડવામાં આવ્યો જેનું નોટિફિકેશન 12 જૂન 2020ના બહાર પાડવામાં આવ્યુ.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

હિમાચલ પ્રદેશમાં ગૌ માતા પર થયેલા હુમલાને તેમજ યોગી સરકાર દ્વારા ગાયોની થતી હત્યાને લઈ કરવામાં આવેલા સખ્ત કાનૂનને લઈ તમામ તરફ ગૌરક્ષાને લઈ અવાજ ઉઠાવવા લાગ્યા છે. ત્યારે વર્ષ 2017માં પ્રદિપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ છે. આમ, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથા સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને દેશ ગુજરાતની યુટ્યુબ ચેનલ પર ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાનું આ જ નિવેદન તારીખ 3 જૂન 2017ના અપલોડ કરવામાં આવ્યુ હતુ, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું, ગૌહત્યા સામે નિયમો જાહેર કર્યા” જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, એ તો સાબિત થયુ હતુ કે પ્રદિપસિહં જાડેજાનું આ નિવેદન હાલનુ તો નથી. ગુજરાત વિધાનસભામાં આ કાયદો ઘડવા સુધારા વિધયેક લાવવાનું વિજય રૂપાણી સરકાર દ્વારા તારીખ 14 માર્ચ 2017ના વિચારવામાં આવ્યુ હતુ અને તે વાત મિડિયામાં જાહેર થઈ હતી. 

ત્યારબાદ પ્રદિપસિંહ દ્વારા આ કાયદો વિધાનસભામાં તારીખ 31 માર્ચ 2017ના રજૂ કર્યો હતો.

SANDESH | ARCHIVE

2017નું આ સુધારા વિધેયકનું નોટીફિકેશન તમે નીચે વાંચી શકો છો. 12 એપ્રિલ 2017ના રોજ આ નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યુ હતુ. 

acts_12042017

પરિણામ

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, ગૌહત્યા પર ગુજરાતમાં આજીવન કેદની સજાનું નોટીફિકેશન વર્ષ 2017માં જ બહાર પાડવામાં આવ્યુ હતુ. જેની જાહેરાત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા તારીખ 3 જૂન 2017ના જ કરવામાં આવી હતી. હાલમાં તેની જાહેરાત કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના વર્ષ 2017ના નિવેદનને હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ..

Fact Check By: Yogesh Karia 

Result: Explainer