પેરિસમાં થયેલા ટ્રાફિક જામનો વિડિયો લંડનના નામે ફેલાવવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય...
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જૂદા-જૂદા હાઈ-વે પર મોટી સંખ્યમાં ટ્રાફિક જામ દેખાય રહ્યો છે. આ વિડિયોને શેર કરતા જણાવવામાં આવી રહ્યુ છે કે, લોકડાઉન પહેલાનો લંડનનો આ વિડિયો છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો લંડનનો નહિં પરંતુ પેરિસનો છે. જ્યાં મિડિયા અહેવાલો મુજબ 700 કિમિનો ટ્રાફિક જામ થયો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Thakor Ankit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લોકડાઉન પહેલાના લંડનના આ દ્રશ્યો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઝીન્યુઝ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, પેરિસમાં લોકડાઉન પહેલા 700 કિમિનો ટ્રાફિક થયો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ Dailymail.uk દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ગુજરાતી મિડિયા એબીપી અસ્મિતા, ગુજરાત સમાચાર, સંદેશ સહિતના મિડિયા હાઉસ દ્વારા પણ આ અંગેન વિસ્તૃત અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો લંડનનો નહિં પરંતુ પેરિસનો છે. જ્યાં મિડિયા અહેવાલો મુજબ 700 કિમિનો ટ્રાફિક જામ થયો હતો.
Title:પેરિસમાં થયેલા ટ્રાફિક જામનો વિડિયો લંડનના નામે ફેલાવવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False