બ્રાઝિલમાં થયેલા અંદરો-અંદરના વિવાદના વિડિયોને ફ્રાન્સના નામે ફેલાવાઈ રહ્યો….જાણો શુ છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ફ્રાંસના વિવાદને લઈ ઘણા વિડિયો જૂદી-જૂદી ભાષામાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક સીસીટીવી ફૂટેજનો શેર કરવામાં આવી રહ્યા છે અને દાવો કરવામાં આવે છે કે, વિડિયોમાં બે ફ્રેન્ચ નાગરિકો મુસ્લિમ વ્યક્તિ પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો ફ્રાન્સનો નહિં પરંતુ બ્રાઝિલનો છે. જે 12 ઓક્ટોબર 2020નો બ્રાઝિલના એક રેસ્ટોરન્ટનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Aamin Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં બે ફ્રેન્ચ નાગરિકો મુસ્લિમ વ્યક્તિ પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ઈન્વિડ ટૂલની મદદથી ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને બ્રાઝિલના ઘણા બધા સમાચાર પ્રાપ્ત થયા હતા. 

જે સમાચાર અનુસાર (સંગ્રહ)આ વિડિયો 12 ઓક્ટોબર 2020ના બ્રાઝિલના ગેરૈસ રાજ્યના મધ્ય ક્ષેત્રમાં ઓરો બ્રાંકો નામના રેસ્ટોરન્ટમાં થયેલી ઘટનાનો વિડિયો છે. 

આ સમાચારમાં આપવામાં આવેલી માહિતીના આધારે અમે યુટ્યુબ પર સર્ચ કરતા અમને વાયરલ વિડિયોમાં જે ઘટના છે તેનો સંપૂર્ણ વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયોને UOL નામની એખ અધિકારિક યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેના શિર્ષક અને સાથે આપેલી માહિતી અનુસાર આ વિડિયો બ્રાઝિલના મિનસ ગેરૈસ રાજ્યનો છે. 

Archive

G1 નામના એક ન્યુઝ રિપોર્ટ દ્વારા આ અંગેની વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં આ સમગ્ર ઘટનાનું વિવરણ કરવામાં આવ્યુ છે.  

G1 દ્વારા 27 ઓક્ટોબર દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, તપાસ અધિકારી માર્સલ ફોંસેકા પ્રાડોએ જણાવ્યુ હતુ કે, રાફેલ નામના વ્યક્તિથી શહેરમાં બધા ડરે છે. જે દિવસે આ લડાઈ થઈ તે દિવસે તે નશામાં હતો.

અધિકારીએ વધુ જણાવ્યુ હતુ કે, સીસીટીવી ફુટેજમાં રાફેલ અને તેની સાથે તેનો મિત્ર કુરિયર બોયને તેની પ્રેમિકાથી દૂર રહેવાની ચેતવણી આપતા નજરે પડે છે. કુરિયર બોય દ્વારા રાફેલને પહેલેથી ઓળખતા હોવાની વાત ને નકારી કાઢી હતી અને જણાવ્યુ હતુ કે, તે પહેલેથી જ પરિણિત છે. 

Archive | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો ફ્રાન્સનો નહિં પરંતુ બ્રાઝિલનો છે. જે 12 ઓક્ટોબર 2020નો બ્રાઝિલના એક રેસ્ટોરન્ટનો છે.

Avatar

Title:બ્રાઝિલમાં થયેલા અંદરો-અંદરના વિવાદના વિડિયોને ફ્રાન્સના નામે ફેલાવાઈ રહ્યો….જાણો શુ છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False