શું ખરેખર પેટ્રોલ પંપના બીલમાં મોદીને મત ન કરવાની અપીલ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પેટ્રોલ પંપનુ બીલ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં બીલની નીચેના ભાગમાં લખવામાં આવ્યુ છે કે, “If you want to reduce petrol price don’t vote Modi again Thank you Visit again!” આમ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદીને મત ન આપવાની ભલામણ હવે પેટ્રોલ પંપના માલિકો લેખિતમાં કરી રહ્યા છે. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ પેટ્રોલ બીલનો ફોટો છેલ્લા બે વર્ષથી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફર્જી છે. પેટ્રોલ પંપ દ્વારા આ પ્રકારે લખવામાં નથી આવ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોદીને મત ન આપવાની ભલામણ હવે પેટ્રોલ પંપના માલિકો લેખિતમાં કરી રહ્યા છે.”

Facebook | Fb Post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ આ બીલને ધ્યાન થો જોશો તો આ બીલમાં તારીખ લખવામાં આવી હતી. જેમાં 4 ઓક્ટોબર 2010 લખવામાં આવી હતી, તેમજ આ બીલમાં જે પેટ્રોલની પ્રાઈઝ લખવામાં આવી હતી. તે અક્ષરના ફોન્ટ બીલના અન્ય અક્ષરોથી જૂદા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમે ગૂગલ પર સાંઈ બાલાજી પેટ્રોલ પંપ અંગે સર્ચ કરતા અમને વેબસાઈટની પ્રાપ્ત થઈ હતી. જેમાં તેમણે વર્ષ 2012થી જે બીલ તેમના દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે. તેની નકલ ઉપલબ્ધ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ બીલ ફોટો શોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યુ હોવાનો અન્ય એક પુરાવો બીલની અંદર જ જોવા મળી રહ્યો છે. વેબસાઈટ પર ઉપલબ્ધ બીલ અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બીલમાં વાહનનો નંબર એક જ છે, ઓરિજનલ બીલમાં વાહન નંબર MH04BZ9680 લખેલો છે. તેજ નંબર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બીલમાં જોવા મળી રહ્યો છે. તેમજ બંને બીલમાં સમય પણ એક સરખો (10.07) જ જોવા મળે છે. તેમજ ગ્રાહકનું નામ પણ તમે જોઈ શકો છો કે એક સરખુ (VAIBHAV) જ છુ. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પેટ્રોલ બીલનો ફોટો છેલ્લા બે વર્ષથી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફર્જી છે. પેટ્રોલ પંપ દ્વારા આ પ્રકારે લખવામાં નથી આવ્યુ. ફોટોશોપના માધ્યમથી ઓરિજનલ બીલ સાથે ચેડા કરવામાં આવ્યા છે.

Avatar

Title:શું ખરેખર પેટ્રોલ પંપના બીલમાં મોદીને મત ન કરવાની અપીલ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False