અઘોરી બાવાના નૃત્યનો આ વીડિયો પાંચ વર્ષ પહેલાનો છે. હાલનો નથી. જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વર્ષ 2019માં મહાશિવરાત્રીના દિવસે જૂનાગઢમાં યોજાયેલા મેળા દરમિયાન અઘોરી બાવા દ્વારા આ નૃત્ય કરવામાં આવ્યુ હતુ. હાલનો આ વીડિયો નથી.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, અઘોરી બાવા દ્વારા રસ્તા પર નૃત્ય કરવામાં આવી રહ્યુ છે અને લોકો ટોળુ વળી તેમને જોઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં મહાશિવરાત્રીના અઘોરી બાવા દ્વારા કરવામાં આવેલા નૃત્યનો વીડિયો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં મહાશિવરાત્રીના અઘોરી બાવા દ્વારા કરવામાં આવેલા નૃત્યનો વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને Our Junagadh નામના ફેસબુક પેજ પર આ સમાન વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 1 માર્ચ 2020ના અપલોડ કરવામાં આવ્યો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “જૂનાગઢના ગિરનારી સંત એટલે એક વાર પ્રભુદેવાને પણ વિચારતો કરી દે અને માઈકલ જેક્સન પણ મુંજાઈ જાય કે આ વળી શું??? જુનાગઢના હોય અને ભગવાન શિવના ભક્ત હોય અને આ વિડિઓ શેર ના કરે એવુ બને જ નહિ. એક વાર ચોક્કસ આ વિડિઓ જોજો મિત્રો…… જય ગિરનારી… બમ બમ ભોલે અલખનીરંજન.” 

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે જૂનાગઢના રહેવાસી ચિરાગ શેઠ જોડે વાત કરી હતી, તેણે અમને જણાવ્યુ હતુ કે, આ વીડિયો વર્ષ 2019ના મહાશિવરાત્રીના ભવનાથીની તળેટીનો વીડિયો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો અઘોરી બાવાનો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2019ના મહાશિવરાત્રીનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:અઘોરી બાવાના નૃત્યનો આ વીડિયો પાંચ વર્ષ પહેલાનો છે. હાલનો નથી. જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False