શું ખરેખર તાજેતરમાં ભાજપના નેતાને વૃદ્ધ દ્વારા જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણી માટે વોટ માંગવા નીકળેલા ભાજપના નેતાનું જૂતાનો હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં મધ્યપ્રદેશમાં બનેલી ઘટનાનો છે. જેને ગુજરાતની ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

પાક્કો અમદાવાદી નામના ફેસબુક પેજ દ્વારા 20 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઠેર ઠેર #ભવ્ય #સ્વાગત થવા લાગ્યું છે હવે…#BJP #ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણી માટે વોટ માંગવા નીકળેલા ભાજપના નેતાનું જૂતાનો હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું તેનો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને The Lallantop દ્વારા 8 જાન્યુઆરી, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક વીડિયો સામાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના ધાર ખાતે નગરપાલિકાના અધ્યક્ષ પદ માટેની ચૂંટણીના પ્રચારમાં વોટ માંગવા નીકળેલા ભાજપના ઉમેદવાર દિનેશ શર્માને એક વૃદ્ધ દ્વારા પાણીની સમસ્યાને લીધે જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો હતો.

Archive

આજ વીડિયો આ પહેલાં પણ વર્ષ 2020 માં બિહારના નામે વાયરલ થયો હતો. જેની અમે સત્યતા તપાસી હતી. જે તમે અહીં જોઈ શકો છો. gujarati.factcrescendo.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ મધ્યપ્રદેશનો છે જ્યાં નગરપાલિકાના અધ્યક્ષ પદના ભાજપના ઉમેદવાર દિનેશ શર્માને એક વૃદ્ધ દ્વારા જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો હતો.

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં ભાજપના નેતાને વૃદ્ધ દ્વારા જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો…?

Fact Check By: Vikas Vyas 

Result: False